SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાજાના પ્રશ્ન ઃ તે ઋષિમહારાજ સુખશાતામાં છે? તેમને મારુ કાંઈ કામકાજ છે ? તાપસેા : મહારાજ ! અમને ઋષીશ્વરે પોતાની ( ઉછેરેલી પુત્રી અને આપની પત્ની શકુંતલા તથા બાળક કુમારને, સોંપવા માકલ્યા છે. કણ્વઋષિએ આપની ઘણા દિવસ પ્રતીક્ષા કરી, આપની થાપણને, ખૂબ સાચવણથી રક્ષણ આપ્યું. પરંતુ આજ સુધી આપના તરફથી માણસે કે સમાચાર ન આવ્યા, માટે અમને મેાકલ્યા છે. ७४ ઋષિનું ભાષણ સાંભળીને, રાજા દુષ્યંતને નવાઈ લાગી. અરે સંત પુરુષો આ શુ' બેલા છે ? મારી બધી જ પત્નીએ (રાણી ) અહીં જ, મારા અંતઃપુરમાં વિદ્યમાન છે. આ સિવાય હું કોઈ સ્ત્રીને-ઋષિપુત્રીને પરણ્યાનું યાદ નથી. મનુષ્ય બધું ભૂલે પરંતુ પોતાની પરણેતરને કેમ ભૂલે ? માટે તમે ઋષિમુનિએ આવું અસત્ય કેમ બેલે છે ? રાજા દુષ્યંત તરફથી સન્માન–સત્કાર સ્વાગત વગેરે તા દૂર રહ્યું, પરંતુ ઉપરથી આવું એકદમ અજાણ્યું વલણ જોઈ, સાંભળી, તાપસા તે ડઘાઈ જ ગયા. આપણે તેા તેની થાપણ તેને સોંપવા આવ્યા છીએ, તેના ઉપકાર માનવા, તા દૂર રહ્યો, ઉપરથી આટલી મોટી સભામાં, આપણને કોઈ ધૂની જેવા ગળેપડુ ગણાવે છે. અસેસ ! હવે આપણે કયા માર્ગ લેવા ? તાપસે ઃ મહારાજ ! અને તપસ્વી લાક છીએ. આજીવન અસત્ય નહિ બેલવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજા અસહ્યા વખતે કપાય, પરંતુ સામાન્ય માણસ પણ પેાતાની પુત્રી વરાવ્યાનું અસત્ય બોલે નહીં. તેા પછી અમે વનવાસી તાપસે અસત્ય કેમ એલીએ ? રાજા દુષ્યંત : ત્યારે શું હું રાજા, આટલી મોટી પ્રજાના ન્યાય તેાળનાર અસત્ય એટલું ? તાપસા : મહારાજ અમે અમારી પુત્રીને તથા દૌહિત્રને સાથે લાવ્યા છીએ. એ ખાળા તારા જેવા એક રાધિરાજની રાણી છે. વળી તેણીની કુક્ષિનું રત્ન પણ મહાપ્રતાપી કુમારરત્ન છે. તે બન્નેનુ, તારા પોતાના સ્થાનને શેાભે તેવું, સન્માન કરવું જોઈ એ. તેની વધામણી આપવા અમે પહેલા આવ્યા છીએ. કવષિના આશીર્વાદો પણ લાવ્યા છીએ. રાજા દુષ્યન્તને તાપસાનું વચન બિલકુલ ગમ્યું નહીં. વખતે હવે રાજા ઉશ્કેરાઈ જશે ? તાપસાને આમ બરાબર સમજાઈ જવાથી, માનભ્રષ્ટ થયેલાની માફક તાપસેા રાજસભાને છેડીને, નગરીમાંથી નીકળીને, જ્યાં શકુંતલા વગેરે હતાં ત્યાં પહોંચી ગયા. તાપસા ફળાહાર કરે છે. અનાજ કે પકવેલી રસાઈ જમતા નથી. તાપસે હાવાથી પાસે દ્રવ્ય પણ રાખતા નથી, કળા મત મળવાનું સ્થાન પણ નથી. તાપસા ભલે ત્યાગી હતા, પરંતુ રાણી અને કુમાર તા ભાગી છે. હવે એમનું શું કરવું ? અતાભ્રષ્ટ તતાભ્રષ્ટ જેવા ન્યાય થયા. “ રાજા, વાજા અને વાનરા ” તેમને કાણુ સમજાવે ? હવે શું કરવું? કેાની મદદ લેવી ? નગરની બહાર આવ્યા. તાપસા ને તપસ્વિનીને તથા શકુંતલાને, રાજા સાથેને પરિચય સભળાવ્યો. રાજાના આવા વર્તાવ જોઈ ને, શકુંતલાને વિચારો આવ્યા. જરૂર
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy