________________
આ પુસ્તકના લેખક, શ્રી મણિભાઈ ગિરધરલાલ શાહ, વ્યવસાયે વકીલ હોવા ઉપરાંત રાજકીય અને સામાજીક કાર્યકર છે. વિદ્યાવ્યાસંગી અને સાહિત્યનો જીવ હોવાથી તેમના જ્ઞાન અને અનુભવની અભિવ્યક્તિ રૂપે, તેમણે લખેલાં પુસ્તકોમાં "ભારતમાં જૈન ધર્મનાં મહત્ત્વનાં તીર્થધામો” નામક આ પુસ્તક નોંધપાત્ર ઉમેરો કરે છે. ઈ.સ. ૧૯૧૬ની ફેબ્રુઆરીની ૨૯મી તારીખે, ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના અંઘાડી ગામે તેમનો જન્મ ઈ.સ ૧૯૩૯માં એલ.એલ.બી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. પહેલેથી જ ગાંધીયુગની રાષ્ટ્રવાદી વિચારસરણીથી રંગાએલા અને ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા એટલે ઈ.સ. ૧૯૪૦માં વર્ધા ખાતે કાકાસાહેબ કાલેલકરની નિગેહબાની હેઠળ ચાલતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ગયા. ત્યારે સેવાગ્રામમાં મહાત્માજીના સાન્નિધ્યમાં રહેવાનો લ્હાવો પણ લીધો. ઈ.સ. ૧૯૪૦ના જૂન મહિનામાં કપડવણજમાં સ્થપાએલ કેળવણી મંડળના સ્થાપક મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૯૨થી તેઓએ આ સંસ્થાના પ્રમુખપદનું સુકાન સંભાળ્યું છે. ૧૯૪૨ની હિંદ છોડોની લડતમાં પહેલીવાર છ મહિના અને તે પછી બીજી દસ મહિનાની મળીને કુલ સોળ મહિનાની જેલાત્રા કરી. વચ્ચેના ગાળામાં મુંબઈ પ્રાંત રાજકીય કેદી રાહત સમિતિના મંત્રી તરીકે યશસ્વી કામગીરી બજાવી. ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૬૯ સુધી તેઓ કોંગ્રેસ કાર્યકર ન હતા. બીજું કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયા ન્હોતા. બોમ્બે સીટીઝન્સ લીગ અને બીજી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાએલા હતા. ઈ.સ. ૧૯૬૯માં શ્રીમતી ઈંદિરા