________________
ભાવના હોય. આ વિચારસરણી તેમના અનેકાન્તવાદની ફિલસૂફીમાં વણાયેલી છે.
ઘણી વ્યક્તિઓ પોતાની માન્યતામાં એટલા રૂઢ હોય છે કે બીજાઓનું દ્રષ્ટિબિંદુ તેઓ નથી સમજી શકતી. આવી વ્યક્તિઓની માન્યતાને એકાંતવાદ દ્રષ્ટિબિંદુવાળા કહી શકાય. જ્યારે બીજી બાજુ એવી વ્યક્તિઓ હોય છે, જે બીજાનાં દ્રષ્ટિબિંદુઓ સમજવાની કોશિશ કરતી હોય છે, અને વસ્તુસ્થિતિને બધા જ દ્રષ્ટિકોણથી જોતી હોય છે. આવી દ્રષ્ટિવાળાને અનેકાન્તવાદી કહી શકાય. સત્ય સમજવાની અને જોવાની જેને ઈતેજોરી હોય છે તે આ અનેકાન્તવાદના સિદ્ધાંતમાં માનતા હોય છે.
ન
જૈન ધર્મમાં હિંસા-અહિંસા કર્તાની ભાવના અને તેના ઈરાદાઓ પર, આધારિત છે, તેની ક્રિયા પર નહિં. હિંસા કરનાર વ્યક્તિનો ભાવ હિંસા કરવાનો ન હોય તો તે હિંસક ન કહી શકાય. તેવી જ રીતે, માણસ હિંસા ન કરતો હોય છતાં તેની ભાવનામાં હિંસા હોય તો તે હિંસક કહી શકાય. આ દ્રષ્ટિબિંદુ ગીતાની નિષ્કામ કર્મ ભાવનાની ફિલસૂફીની સાથે સરખાવી શકાય. ગીતામાં પણ નિષ્કામ ભાવનાથી કરેલા કર્મનું પરિણામ વ્યક્તિને ભોગવવું પડતું નથી. ગીતામાં પણ ક્રિયા કરતાં ભાવના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
અનેકાન્તવાદને મળતી બીજી ફિલસૂફી સ્યાદવાદ યાને સપ્તભંગી ન્યાયની છે. આ ફિલસૂફીનું મૂળ માનવી વસ્તુના ગુણોના સમગ્ર અનુભવ એક સાથે કરી શકતો નથી તેમાં રહેલું છે. એટલે એક જ વસ્તુને જુદી જુદી દ્રષ્ટિથી જોનાર વ્યક્તિઓ તેમની દ્રષ્ટિએ સાચી હોય છે પણ તે જ વ્યક્તિઓ એજ વસ્તુના ગુણોને સમગ્રપણે જોઈ શકે તો તેમને સમજાય કે તેમની પ્રથમ દ્રષ્ટિમાં ખામી અર્થાત્ ભૂલ હતી.
દરેક પદાર્થ અગણિત ગુણોથી ભરેલો હોય છે. એ અગણિત ગુણોને ક્રમે ક્રમે જોવા એ સ્યાદવાદના સિદ્ધાંન્તની વિરૂદ્ધ છે. બધા જ ગુણોને એક સાથે જોવાથી એ પદાર્થનું સાતે પ્રકારે નિરૂપણ થઈ શકે. એ સાત પ્રકારનું નિરૂપણ એટલે સ્યાદવાદ અથવા સપ્તભંગી ન્યાય. આમ
૧૩૭