________________
પ્રાસ્તાવિક
ભારતમાં મેં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી ગુહાટી સુધી ભ્રમણ કર્યું છે. ઘણાં બધાં જાણવા જેવાં ઐતિહાસિક સ્થળો અને કલાત્મક સ્થાપત્યો અને તેમાં વેરાયેલી શિલ્પકૃતિઓ નિહાળી છે. જ્યારે જ્યારે કોઈ સ્થળો જોવા જતો ત્યારે તેનું બારીકાઈથી અવલોકન કરી તેના ઇતિહાસ વિશે, તેની સંસ્કૃતિ અને કલા વિશે નોંધ કરતો. કોઈ કોઈ સ્થળે પુસ્તકો, પુસ્તિકાઓ અને ફોટાઓ મળતા તે પણ લેતો. આમ મેં કરેલું અવલોકન, તેના ઉપર કરેલી નોંધ, તે વિશે મળેલા સાહિત્ય અને ફોટાઓના આધારે મેં લગભગ સાઠેક(0) લેખો લખ્યા છે. હજી બીજ એટલા લેખો લખવાની ઉમેદ યાને ખ્વાહિશ છે. આ લેખોમાં કેટલાક લેખો જૈનોનાં ઘણાં જાણીતાં અને મહત્ત્વનાં તીર્થસ્થાનો વિશે લખેલા છે, એટલે હાલ પૂરતા જૈનોના તીર્થસ્થાનો વિશે લખેલા લેખોને આવરી લેતું આ પુસ્તક પ્રકાશિત કર્યું છે.
જૈનોનાં અતિ મહત્ત્વનાં અને જાણીતાં તીર્થોમાં શ્રી શત્રુંજ્યની યાત્રાને જૈનો વધુ મહત્ત્વ આપે છે. શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર ઘણી કથાઓ, સ્તવનો. ચૈત્યવંદનો, સજઝાયો અને થોયો લખાઈ છે. કંઈ ટૂંકા લેખો પણ છે. તે બધામાં શ્રી શત્રુંજ્ય તીર્થ, તેનું વર્ણન અને તેના મહિમાનું યશોગાન મળી આવે છે. ભાગ્યે જ બીજા કોઈ તીર્થ માટે આટલું બધું લખાણ હશે. આમ છતાં શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર તો બે ગ્રંથો મળી આવે છે. એક ગ્રંથનું નામ છે. “શ્રી શત્રુંજ્ય મહાભ્ય' અને બીજા ગ્રંથનું નામ છે: “શ્રી શત્રુંજ્ય કલ્પ”
શ્રી શત્રુંજ્ય કલ્પ'ની રચના વિક્રમ સંવત ૧૫૧૮ એટલે આજથી લગભગ ૫૩૧ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. “શ્રી શત્રુંજ્ય કલ્પમાં ઓગણચાલીસ (૩૯)મૂળ ગાથાઓ છે, પણ તેનો સંસ્કૃત ટીકાવાળો જે ગ્રંથ છે તેમાં ચૌદ હજાર ચારસોને ચોવીસ (૧૪૪૨૪) ગાથાઓ છે. આ આખો ગ્રંથ પદ્યમાં છે. તેનું, હાલમાં ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં મોટે ભાગે સાદી સીધી વર્ણન વગરની નાની નાની એકસોને દસ (૧૧૦) કથાઓ છે. જ્યારે “શ્રી શત્રુંજ્ય પૃહાભ્ય'ના ગ્રંથમાં તેના કર્તા શ્રી ધનેશ્વરસૂરિ મહારાજે, શ્રી શત્રુંજ્યના મહિમાની કથાઓનું વર્ણન ખૂબ જ વિસ્તારપૂર્વક કરેલું છે.