SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મોટર રસ્તા ન હતા ત્યારે જેસલમેર જવા માટે મુસાફરી કઠિન હતી અને તે રેતીના રણમાં ઊંટ મારફતે જ થઈ શકતી. આજે પણ મોટરગાડીમાં મુસાફરી કરતાં ચારે બાજુ જાદુઈ અસર ઉપજાવતા રેતીના ઢગલાઓમાંથી પસાર થતાં કંઈ અવનવા અનુભવો થાય છે. આ મોટરગાડીનો રસ્તો પણ આજના વિજ્ઞાનયુગમાં એક ઈજનેરી સિદ્ધિ ગણી શકાય. પણ આ રસ્તો ન હતો ત્યારે તો ખીણો, રેતીના ઢગલાઓ અને પડતર જમીનોમાંથી પસાર થતા કાફલાઓની મુસાફરી ઘણીજ જોખમકારક હતી. કોઈ અતિશય સાવધાન અને કાળજીવાળો કાફલો કે ઊંટની સવારી, આ રેતીના રણમાંથી સરળ રીતે જેસલમેર પહોંચી શકતો. ઘણાયે કાફલાઓ અને ઊંટના સવારો તેમનો માર્ગ ભૂલી પવનના થતા સૂસવાટાઓથી બનતા રેતીના ઢગલાઓમાં વિલીન થઈ જતા. આજે પણ મુસાફરીનો માર્ગ, ખરાબાની શુષ્ક ટેકરીઓ, ખડકવાળા ડુંગરાળ પ્રદેશો અને શાંત નિર્જન રણમાંથી પસાર થાય છે. માઈલો સુધી કોઈ માનવીનો ચહેરો પણ નથી દેખાતો. કોઈ કોઈ સ્થળે વચમાં મોટર ટ્રક કે મોટરગાડી જોવામાં આવે એ જ ગનીમત. આ રસ્તે વચમાં પોખરાન જ્યાં હિન્દની સરકારે અણુશસ્ત્રનો પ્રયોગ કર્યો હતો તે આવે છે. તે જેસલમેરથી લગભગ ૧૧૨ કિલોમીટરની દૂરીએ આવેલું છે. પોખરાનમાં એક કિલ્લો છે, જેને મારવાડના ભૂતકાળના ઈતિહાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પોખરાનમાં કિલ્લા ઉપરાંત પોખરાનના રાજાઓની છત્રીઓ જોવાલાયક છે. પોખરાનથી પીળા ખડકોની શરૂઆત થાય છે. જેસલમેરની નજદીક આવતા ત્રિકુટના પર્વતો અને જેસલમેરનો કિલ્લો દેખાય છે. એવી એક દંતકથા છે કે ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલાં ત્રેતાયુગમાં મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણ અર્જુનની સાથે અહિં ત્રિકુટ અર્થાત્ ત્રણ શિખરોવાળા પર્વત પર એક મહાન યજ્ઞમાં હાજર રહેવા આવ્યા હતા. આ જગા પર ત્યારે એક કાગાનામે ઋષિ રહેતા હતા. અર્જુનને ઘણી તરસ લાગી હતી એટલે શ્રીકૃષ્ણ એક ખડકને ખોડ્યો હતો, તેમાંથી પાણીનો ઝરો ફૂટયો હતો. વળી ગાંધારીના શાપને યાદ કરીને ૧૦૨
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy