SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક વૃત્તિ જાગૃત થઈ અને આદિનાથ ભગવાનનું ભવ્ય મંદિર બાંધવાની ભાવના થઈ. એમ કહેવાય છે કે એકદિવસ સ્વમમાં “નલિની ગુર્ભદેવ વિમાનમાં તેમને દર્શન થયાં. આથી તેમના અંતર આત્મામાં તેના જેવું અલૌકિક ભાવિ પેઢી માટે પ્રેરણાત્મક સ્થાપત્ય અને શિલ્પ કલામાં ઉત્કૃષ્ટ તથા સર્વાગ સુંદર, જૈન ધર્મનું ગૌરવ વધારે તેવું મંદિર બાંધવાની પ્રેરણા થઈ. ધરણાશાહે કુંભારાણાને આવું મંદિર નિર્માણ કરવાની વાત કરી ત્યારે રાણા પ્રસન્ન થયા અને આવા નવા મંદિર નજદીક એક નગર વસાવવાની સલાહ આપી. આ વાત ઉપરથી એમ ખ્યાલ આવે છે કે રાણકપુરનું મંદિર બંધાયું. તે અરસામાંજ રાણકપુર નગર પણ વસાવવામાં આવ્યું હશે. આ મંદિરના શિલ્પકાર મુંડારાનિવાસી શ્રીદેવજી હતા. તેમને આ મંદિર બનાવવામાં પોતાનું જીવન ભક્તિભાવથી કલાને અર્પણ કરી સ્થાપત્ય અને શિલ્પકળાનું એક બેનમૂન મંદિર ઊભું કર્યું જે આજે પણ સ્થાપત્ય અને શિલ્પકળાની એક અપ્રતિમ ઈમારત છે. ધરણાશાહ પણ આ મંદિરને અપ્રતિમ બનાવવા માગતા હતા એટલે તેમને વિભિન્ન સ્થપતિઓ અને શિલ્પકારો પાસે સ્થાપત્યના નકશાઓ મંગાવ્યા. આ બધામાં દેવજી કલાકારે ભક્તિભાવથી ધરણાશાહની મંદિરને ઉત્કૃષ્ટ પ્રકારનું બનાવવા માટેની ભાવનાને સમજી, મંદિરનો નકશો તૈયાર કર્યો. ધરણાશાહને આ નકશો પસંદ પડ્યો અને તેમને શુભ દિવસ જોઈ મંદિરનું નિર્માણ કરવાનું કામ શીધ્રપણે આરંભ્ય. આ મંદિરમાં ભારતના સ્થાપત્ય અને શિલ્પકળાના અદ્વિતીય નમૂના જોવાના મળે છે. ત્યારના કલાકારો કેટલા સિદ્ધહસ્ત હતા તેનું આ મંદિર ઉત્તમ પ્રમાણ છે. તેમાં સ્થળે સ્થળે શિલ્પ સમૃદ્ધિ વેરાયેલી છે. તેમાં ઉત્તમ પ્રકારની કોતરણીવાળા સુશોભિત સ્તંભો, તોરણો અને શિખરોની વિવિધતા જોનારને મંત્રમુગ્ધ કરે છે. મંદિર સમચોરસ છે અને એક ઊંચી ઊભણી ઉપર બાંધવામાં આવ્યું છે. તે ત્રણ માળનું છે. પ્રથમ માળ પર
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy