________________
શ્વેતાંબર પંથનાં મંદિરો મોટે ભાગે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં આવેલાં છે.
ચિત્તન વાસલ
દક્ષિણમાં આવેલાં દિગંબર મંદિરોમાં ચિત્તન વાસલ (એટલે જૈનધર્મમાં સિદ્ધોની કલ્પના છે, તે સિદ્ધોને રહેવાનું સ્થળ) જિન કાંચી અને શ્રવણ બેલગોલા જ્યાં બાહુબલિજીની એક જ શિલામાંથી કંડારેલી ૫૮ ફૂટ ઉંચી પ્રતિમા છે તે મુખ્ય છે,
ચિત્તન વાસલ એ મદ્રાસથી ૮૦ કિલોમીટરના અંતરે કાળા પત્થરના પહાડમાં આવેલું એક નાનકડું ગુફા મંદિર છે. ગુફાના અંદરના ભાગમાં સ્તંભો ઉ૫૨ સુંદર નર્તકીઓનાં ચિત્રો છે અને ધ્યાનમુદ્રામાં શિરની પાછળ ફણાધારી નાગથી રક્ષાયેલ જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ છે. તિરુપતિ કુદરમ્
જિનકાંચી (તિરુપતિ કુન્નદરમ્) પણ દિગંબર પંથનું મંદિર છે. અહીંયા પણ સુંદર ચિત્રો છે, જે અંજટાનાં ચિત્રોની શૈલીને મળતાં આવે છે.
શ્વેતાંબર સંપ્રદાયની કલામાં ગુજરાતની કલાની શૈલી પ્રાધાન્યપદે છે. પ્રાચીનકાળમાં ગુજરાતમાં દેશ પરદેશથી વ્યાપાર અર્થે પરદેશીઓ આવીને વસ્યા હતા. સાથે, તેમની કલાની વિશિષ્ટતા લેતા આવ્યા હતા. વળી ગુજરાતના રાજાઓ મોટે ભાગે જૈનધર્મની અસર નીચે વધુ હતા. આથી ગુજરાતની પ્રજા પર જૈન ધર્મની અસર વધુ પડી. ગુજરાતમાં જૈન શ્રેષ્ઠીઓ પણ ધણા હતા આથી ગુજરાતમાં જૈન મંદિરો દ્વારા ઉત્તમ કોટિની સ્થાપત્ય અને શિલ્પકળાનો વિકાસ થયો. ગુજરાતનાં જૈન મંદિરોમાં મળતી અદ્ભુત કોતરણી અને કારીગરી જગતના શિલ્પ ઈતિહાસમાં અજોડ છે. તેમને કોતરેલી દિવ્ય અપ્સરાઓ, નર્તિકાઓ, મનુષ્યાકૃતિઓ, પશુ પંખીઓ, સ્તંભો, કુંભીઓ, તોરણો, ઝુંમરો, દ્વારો વગેરે દ્વારા શિલ્પકળાને કાવ્યમય બનાવી છે. તેને જોતાં વિશ્વની સાથે તાદાત્મ્ય અનુભવતા હોઇએ તેવો ભાવ પેદા થાય છે.
८०