________________
દોરડાં અને લટકતા શણગારો પણ અતિશય કાળજીપૂર્વક કોતરવામાં આવ્યાં છે.
વસ્તુપાલ તેજપાલે આ મંદિર બાંધ્યાં તે અંગેની એક દિલચશ્ય કહાણી છે. બન્ને ભાઈઓ મંત્રીઓ બન્યા તે પહેલાં કુટુંબ સાથે સોરઠયાને સૌરાષ્ટ્રમાં યાત્રા કરવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને હડાળા નામે એક ગામ આગળ મુકામ કર્યો. ત્યાં તેમને સમાચાર મળ્યા કે સોરઠમાં શાંતિ નથી અને વટેમાર્ગુઓને લૂંટવામાં આવે છે. તેમને વિચાર આવ્યો કે થોડું ધન ક્યાંક મૂકીને જઈએ. ત્યારે તેમની પાસે ત્રણ લાખ દામ હતા. તેમને એક લાખ દામ દાટવાનો વિચાર કર્યો અને એક ઝાડ નીચે દાટવા માટે જમીન ખોદવા લાગ્યા. તેમનું નશીબ જોર કરતું હતું એટલે જે જગા પર તે ખોદતા હતા ત્યાંથી જ તેમને અઢળક સોના મહોરોનો એક ચરૂ મળી. આવ્યો. બન્ને ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે આ ધનનું શું કરવું ? નાનાભાઈ તેજપાલની પત્ની અનુપમાદેવી ધણીજ હોંશિયાર, બાહોશ, ગુણિયલ અને ડહાપણના ભંડારથી ભરેલી હતી. બન્ને ભાઈઓ હંમેશાં કોઈપણ પ્રશ્નનો ઉકેલ લાવવા તેમની સલાહ લેતા. આ પ્રસંગે બન્ને ભાઈઓએ અનુપમા દેવીની સલાહ પૂછી કે આ મળેલા ધનનો શો ઉપયોગ કરવો ? અનુપમા દેવીએ બહુ જ માર્મિક શબ્દોમાં જણાવ્યું કે "દ્રવ્ય ઉપાર્જનથી થયેલા પાપના ભારથી અધોગતિ પામવાની ઇચ્છાવાળા ઘનને જમીનમાં દાટે છે જ્યારે ઊંચી પદવીની સ્પૃહાવાળા ધનને ઉચ્ચ
સ્થાને સ્થાપે છે” બન્ને ભાઈઓ આ માર્મિક શબ્દોનો અર્થ સમજ્યા અને તેનું જીવનભર પાલન કરવાનું નકકી કરી તાત્કાલિક શત્રુંજય અને ગિરનાર પર્વતો પર મંદિરો બંધાવ્યાં,
આ પછી બન્ને ભાઈઓ ગુજરાતના ત્યારના રાજા વિરધવલના મંત્રીઓ બન્યા. બન્ને ભાઈઓ બુદ્ધિશાળી શૂરવીર અને ઉદાર હતા. વસ્તુપાલ તો સ્વયં મોટા કવિ હતા. તેમણે ૨૪ બિરુદ પ્રાપ્ત કર્યા હતાં. તેમાંથી “સરસ્વતી ધર્મપુત્ર' એક હતું. તેમને ત્યારના વેરણ છેરણ થતા ગુજરાતને એકત્ર કરીને એક તંત્ર નીચે આપ્યું હતું. તેમની કીર્તિ ખૂબ ફેલાઈ હતી. જૈન લેખકોએ પણ તેમની કીર્તિના ગુણગાન ગાયાં છે.
S ૭૪ SSSSSSSSSSS
S
S