________________
3. મન શુદ્ધિ : પૂજા કરતા મનના ખરાબ વિચારો દૂર કરી જે જે પૂજા કરીયે તેના દુહા અને ભાવના ચિતવવી.
4. ભૂમિ શુદ્ધિ કે મંદિરમાં જઈ કચરે વગેરે હોય તે કચરો કાઢી ભૂમિ શુદ્ધ કરી પૂજાની વસ્તુઓ બેઠવવી.
5. ઉપકરણ શુદ્ધિ : પૂજાની થાળી, વાટકી, કેસર, ધૂપ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફૂલ વગેરે પૂજામાં વાપરવાની વસ્તુઓ ચેકખી, સારી, કિંમતી વાપરવી. શક્તિ ગેપવીને હલકી વસ્તુ વાપરવી નહિ, બધી વસ્તુ પિતાની જ વાપરવી. દેરાસરની નહિ.
6. દ્રવ્ય સુદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાના પૈસા, ન્યાયથી નીતિથી ઉપાર્જન કરેલા વાપરવા. પૂજા સ્વદ્રવ્યથી જ કરવી.
7. વિધિ શુદ્ધિઃ પૂજા કરવા નીકળ્યા પછી, સંસારના વિચાર કરવા નહિ, સંસારના કામ માટે પાછાં જવું નહિ, સંસારને ભૂલી જઈ વિધિપૂર્વક અષ્ટપકારી પૂજા કરવાથી મહાન લાભ થાય છે. પૂજાવિધિ :
1. દહેરાસરમાં પિસતાં “નિસાહિ” એમ બોલવું.
2. દૂરથી પ્રભુનું મુખ જોતાં જ બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી મસ્તક નમાવી “નમો નિri (=જિનેશ્વરને નમસ્કાર હ) એમ બોલવું.
. પછી ભમતિમાં ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવાનની ભાવવાહી સ્તુતિએ બલવી.