SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાનવિધિ હવે મધ્યાહ્નકાલીન પ્રભુપૂજા કરવા માટે શ્રાવક સ્નાન કરે. જે ભૂમિ પર સ્નાન કરવા બેસે ત્યાં કીડીના નગરા, લીલફૂગ કે કુંથુઆ વગેરે ત્રસજીવો ન હોય અને ભૂમિ પણ ઉંચીનીચી કે ખાડામાં પાણી ભરાઈ રહે એવી ન જોઈએ. ત્રસ વિગેરે જેવોથી રહિત સરખી જમીન પર અચિત્ત પાણીથી, અચિત્ત ન હોય તે સારી રીતે ગાળેલા સયિત્ત પાણીથી ઉડતા જીવની જણપૂર્વક ઓછામાં ઓછા પાણીથી નાન કરે. ૦ અળગણ અથવા નિરર્થક વધુ પાણી કામમાં ન લેવું જોઈએ. ૦ તદન વસ્ત્ર વિના નગ્ન થઈ કયારે પણ સ્નાન ન કરવું જોઈએ. ૦ સ્નાન કર્યા બાદ સ્વચ્છ અને સુગંધી વસ્ત્રથી શરીર સાફ કરવું જોઈયે. ૦ પછી પૂજાના વસ્ત્ર સિવાયના ઉન-શણ વગેરેના સુકા વસથી ભીનું વસ્ત્ર બદલવું અને પગ પૂરા ન સૂકાય ત્યાં સુધી ઊભા રહેવું. ૦ પછી પવિત્ર સ્થળે ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી. પૂજાના કપડા પહેરે. ૦ પૂજા માટે પુરૂષએ ધોતીયું અને ખેશ બે જ વસ્ત્ર પહેરવા જોઈએ.વધારે નહિ. (અંદર ચડ્ડી લગોટ વગેરે નહિ.)
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy