________________
બેડી ભલે ને પછી એ સોનાની કાં ન હોય પણ ડાહ્યો માણસ બેઠીને બેડી જ માને અને એને તોડવાને જ એ પ્રયત્ન કરે.
સરકારની જેલમાં પૂરાયેલા કેદીને વરસ, બે વરસ, પાંચ વરસ કે જીવનભરની જેલની સજા હોય તે ય જીવનભર એને ખ્યાલ રહે છે કે “હું કેદી છું. જેલ એ મારું ઘર નથી. આ મને મળેલી સજા છે. હું અહિં પરાધીન છું.”
ત્યારે કમનસીબી છે સંસારની આ જેલની કે જેમાં પૂરાયેલો માણસ રંગ-રાગ ને મોજ-મજામાં “પોતે કેદી છે ને સંસારની કેદમાં કેકે પિતાને પૂર્યા છે એ વાત જ ભૂલી જાય છે એટલું જ નહિ પણ સંયમને જેલ અને સંસારને જ મહેલ માની બેસી જીવન આખું એમાં જ મઝેથી પુરૂ કરે છે.
આવી ભૂલ જૈન ક્યારે પણ ન કરે. જેની સદાય જાગૃત હોય. સંસારમાં ઘડીભર પણ રહેવા એ રાજી ન હોય. દિવસ-રાત એની એક જ ઝંખના હોય “ક્યારે મારી આ કેદ તૂટે ને હું ભગવાનના શાસનની દીક્ષા લઉં.”
જેના હૈયામાં મેળવવા જે મોક્ષ છે, લેવા જેવી દિક્ષા છે અને છોડવા જે સંસાર છે” આ ત્રણ વાત જચે નહિ એના જે આ જગતમાં ભાગ્યે જ બીજો કોઈ દુર્ભાગી હશે? એમ કહી શકાય!
પુણ્ય પહોંચતું હોય, લખપતિમાંથી કરોડપતિ થવાની તક હાથમાં હોય છતાં જેને કરોડપતિ થવાની ઝંખના જ