________________
તે અઢારે પાપને અખાડે છે. સંસારમાં રહીને –સંસારને હૈયામાં રાખીને કેઈ મેક્ષે ગયું નથી, જતું નથી અને જશે નહિ.
મોક્ષ મેળવવો હોય એણે સંયમ લેવું જ રહયું. સંયમ લેવું હોય એણે સંસાર છોડ જ રહ્યો.
સંસારમાં રહીને મેજ-મજાથી મોક્ષમાં જવાની ઈચ્છા એ ઝેર ખાઈને જીવતા રહેવાની ઈચ્છા બરાબર છે.
પ્રત્યેક જૈનના હૈયાની અને ઘરની દિવાલ પર એક વાત તે બરાબર કેતરાઈ જ ગઈ હોય કે આ જગતમાં–
મેળવવા જે હોય તે એકમાત્ર મેક્ષ છે. લેવા જેવું હોય તો એકમાત્ર સંયમ છે. છેડવા જેવો હોય તે એકમાત્ર સંસાર છે.”
ડગલે ને પગલે જ્યાં પાપ પાપ અને પાપ જ છે એવા સંસાર પર જેનને નફરત જાગ્યા વિના રહે નહિ. સંસારમાં એને પ્રેમ કરવા જેવું કશું જ ન લાગે. સંસાર એટલે પાપને રાફડે. સાપના રાફડામાં હાથ ન નખાય તે પાપના રાફડામાં હૈયું શે’ નંખાય....?
એના હૈયામાં એક જ ઝંખના હોય “ક્યારે આ સંસારથી છૂટું ને સંયમના વેત વસ્ત્રોમાં સજજ બની ભગવાનના શાસનને અણગાર બની નિપાપ એવું સંયમ જીવન જીવું.”
જેલમાં પૂરાયેલે કેદી જેમ “ક્યારે લાગ મળે ને જેલમાંથી છટકું એવી ઈચ્છા ધરાવતું હોય એમ સાચે