SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જગત રીઝે તે ય શું? ને ન રીઝે તે ય શું? મારે જિનેશ્વર રીઝે તો બસ !...આ ભાવ જ્યાં સુધી જૈનમાં જાગૃત ન થાય ત્યાં સુધી એ જૈન સાચા અર્થમાં જૈન બની શકવાની લાયકાત પણ નથી મેળવી શકો. કારણ કે રાગ-દ્વેષને જેણે સંપૂર્ણ જિત્યા છે એનું નામ “જિન”! એ જિનને જે અનુયાયી હોય તે “જૈન”! અર્થાત્ રાગ-દ્વેષને જે કટટર દુમન હેય. રાગ-દ્વેષની સામે જે અંગે ચડ્યું હોય તે સાચે “જૈન”! આ જેન જગતને રીઝવી શકે જ નહિ. જગતને રીઝવવાના વિચારને પણ એ પાપ માને. “જગત કદી કેઈનાથી સંપૂર્ણ રીઝયું નથી અને રીઝવાનું પણ નથી? એ એની સચોટ માન્યતા હાય. વાત પણ તદ્દન સાચી છે. જગત-જે ભિન્ન ભિન્ન વ્યક્તિઓનું બનેલું છે, એને રીઝવવું એ કંઈ આપણું હાથની વાત છે? એકને રીઝવવા જતાં બીજે ખીજાય, બીજાને રીઝવવા જતાં પહેલો ખીજાય. શકય જ નથી કે આખું જગત એકી સાથે એક જ જણના હાથે રીઝી શકે ? કારણ એ આપણને સ્વાધીન નથી પરાધીન છે. ત્યારે આપણે પિતાને આત્મા જે આપણને સ્વાધીન છે એને રીઝવવાનું ચૂકી પરાધીન જગતને રીઝવવાને વિચાર કરે એ ફેગટ નહિ તે શું છે? અને આત્મા રીઝતાં પરમાત્મા રીઝેલા જ છે. કારણ “મળ્યા નો ઉમળા” આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ પરમાત્મા છે! આત્માને આંખ સામે રાખી ચાલે તે જૈન ! આત્માને આંખથી અળગા રાખી ચાલે તે જન!!
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy