SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર પ્રશ્ન : નિયમ લઈને તેડી નાંખવે એ કરતા ન લે શું છે ? ઉત્તર : નિયમ હંમેશા પાળવા માટે જ અપાય છે. અને લેનારાઓ પણ પાળવા માટે જ લે છે. આમ છતાં નિયમ તેડી નાંખો અને તૂટી જવો એ બેમાં ઘણે તફાવત છે. - નિયમ લેતાં પહેલાં જ “ભાંગી જશે તે” એમ વિચારી ન લેનાર જે સંસારમાં પણ એ જ રીતને વિચાર કરી પગલું ભરે તે એ કંઈ જ ન કરી શકે. પણ, ધર્મના વિષયમાં એ આ બધા વિચાર કરે છે. સંસારમાં તે વગર વિચાર્યું ઝંપલાવે છે. – દુકાન ખોલતી વખતે “દેવાળું આવશે તે”? એમ એ વિચારતે નથી! – છોકરી પરણતાં “રંડાપો આવશે તે” એવે એ વિચાર કરતા નથી. – ઘર બાંધતા “ધરતીકંપ થશે તે” એ એ વિચાર કરતો નથી. – ડૉકટર વકીલ આદિની ડીગ્રી મેળવવા હજારો રૂપિયા ખરચતાં “કદાચ ડોકટર બનીને તરત જ મરી જઈશ તે” એ વિચાર એ કરતું નથી. સ્ટીમરમાં બેસી વિલાયત જતાં “કદાચ સ્ટીમર વચમાં જ ડૂબી જશે તે?” એવો વિચાર એને આવતું નથી. 198
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy