________________
સંક્ષેપમાં બારવ્રત લેવાની સમજ
સમ્યકત્વ : વિતરાગ ભગવાન જ મારા દેવ છે. પાંચ મહાવ્રતનું પાલન કરનારા અને વીતરાગે કહેલા ધર્મની જ પ્રરૂપણ કરનારા સુસાધુઓ જ મારા ગુરૂ છે. વીતરાગ ભગવાને કહેલ ધર્મ જ મારો ધર્મ છે. (વ્યવહારમાં તેવા પ્રસંગે ન છૂટકે કુદેવાદિને નમસ્કારાદિ કરવા પડે તે તેની યણ. ધર્મબુદ્ધિએ તે માનવા જ નહિ)
પહેલું વત : નિરપરાધી હાલતા-ચાલતા જીવને મારવાની બુદ્ધિથી નિષ્કારણ મારીશ નહિ.
બીજું વ્રત કન્યા આદિ સંબંધી પાંચ મોટા જુઠાણને ત્યાગ કરું છું.
ત્રીજુ વતઃ ખીસું કાપવું, તાળું તેડવું, લૂંટ કરવી, દાણચોરી કરવી, ભેળસેળ કરવી, વિગેરે મટી ચોરીને ત્યાગ
ચોથું વ્રત: પરસ્ત્રીને ત્યાગ કરું છું.
પાંચમું વત: અમુક પ્રમાણથી વધારે જંગમ અને સ્થાવર સંપત્તિ રાખીશ નહિ.
છઠું વ્રતઃ હિંદુસ્તાનથી બહાર જઈશ નહિ.
સાતમું વ્રત ઃ બાવીસ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, ચલિતરસ, રાત્રિ ભેજન, અને અમુક કર્માદાનને ત્યાગ
આઠમું વ્રત કે નાટક-સિનેમા, બેકસિંગ, (મલ્લયુદ્ધ) રેડિયે –ટી. વી. વિગેરેનો ત્યાગ કરું છું.
143