SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહમંદિર આરસપાષાણનું ભવ્ય અને વિશાળ જિનમંદિર બંધાવવાની તાકાત ન ધરાવતા શ્રાવકે પણ ઘરમાં ગૃહમંદિર તો અવશ્ય રાખવું જ જોઈએ. – જે ઘરમાં ભગવાન જેવા ભગવાનનો વાસ થાય એ ઘરમાં વસનારનાં પુણ્યને આ વિશ્વમાં જેટે નથી. – ઘરમન્દિર કરવાથી ઘરમાં દરેકને પૂજા આદિના સંસ્કાર પડે છે. પુણ્યશાળી એવા ચતુર્વિધ સંઘના પુણ્ય પગલાથી એ ઘર સદાય પવિત્ર બનતું હોય છે. ઘરમાં જુદા રૂમમાં એ શક્ય ન હોય ને જુદા સુંદર કબાટમાં પણ દિશા અને રાશિ વગેરે જેઈ શ્રાવકે અવશ્ય ધાતુની પ્રતિમા રાખવી જોઈયે. આશાતના ન થાય એની તકેદારી રાખવી જોઇયે. આજકાલ અશાતનાના ભય નીચે નવા ગૃહમંદિરે થતા અટકી ગયા ને જુના ગૃહમંદિરો ય નીકળી જવા લાગ્યાં. સોસાયટીઓમાં વિશાળ બંગલા બાંધીને, બંગલામાં શે રૂમ, ડ્રોઈગ રૂમ, બાથરૂમ, આદિ અનેક રૂમ કાઢનારા શ્રાવકોએ પિતાના ઘરમાં ગૃહમંદિર ન હોય તે શરમાવું જોઈએ. ગૃહમંદિર રાખનાર શ્રાવકે એટલું અવશ્ય ધ્યાન રાખવું કે બધી સામગ્રી પોતાના પિસાથી જ લાવવી. એ વસ્તુ ઘરનાં ઉપયોગમાં ન લેવી. ચઢાવેલા ચેખા સોપારી વગેરે વેચવાથી જે દ્રવ્ય આવે તે બીજા જિનમંદિરમાં પોતાના નામે ન આપે પણ દેવ દ્રવ્ય છે એમ કહી આપે. નૈવેદ્ય ફળ વગેરે ઘરના નોકરને કે પૂજારીને પગાર રૂપે કે ભેટ રૂપે પણ ન આપે. પરંતુ મુખ્ય જિનાલયમાં આપી દે. 108
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy