SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 5. દેવદ્રવ્ય-વૃદ્ધિઃ શ્રાવકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા માટે દર વર્ષે સંઘમાળ, (તીર્થમાળા) ઉપધાન વગેરેની માળ ઉછામણું બોલીને પહેરવી જોઈયે. તથા જિનપ્રતિમા માટે મુગટ વગેરે આભરણો, ચંદરવા પુઠીયા વગેરે શકિત પ્રમાણે જિનમંદિરમાં મૂકવાં જોઈએ. 6. મહાપૂજા ઃ દરેક પર્વના દિવસે અથવા દર વરસે જિનાલયમાં મહાપૂજા ભર્ણવવી. પ્રભુના સર્વ અંગે એ સુંદર આભૂષણોથી અંગરચના વગેરે કરવી જોઈએ. 7. રાત્રિજાગરણ તીર્થયાત્રાના સમયે, કલ્યાણકનાં દિવસે, રાત્રિજાગરણ કરીને પ્રભુના ગુણ ગાવાં, સંગીત-નૃત્ય આદિ કાર્યક્રમો દ્વારા વીતરાગ ભકિતમાં સહુ તલ્લીન થાય એવું કરે. ત્રિજાગરણમાં પ્રભુ ભક્તિ નિમિત્તે આજે ભાવનાઓ રખાય છે પણ સમયની કઈ મર્યાદા એમાં રહેતી નથી. રાત્રે પહેલા પ્રહર સુધી જ ભાવના ચલાવાય. ભાવના પછી ચા - પાણી નાસ્તા ન કરાય. ભાવનામાં પ્રભુના ગુણગાન કે આત્મનિંદાના સ્તવને સિવાય ભાવનાને નામે કથા ખ્યાને-કથાગીતો અને ભગવાન આગળ ઉપદેશ રૂપે બોલવું આદિ અયોગ્ય છે. ભાવના એ ભકિતનો કાર્યક્રમ મટી મને રંજનને કાર્યક્રમ ન બની જાય એને ખાસ ખ્યાલ રાખવો આવશ્યક છે. 8. શ્રુતપૂજા : શ્રુતજ્ઞાનનાં સાધનાની બરાસ આદિથી પૂજા દરરોજ શકય છે છતાં ન થાય તે વરસમાં એકવાર અવશ્ય કરવી. 102
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy