________________
પુગલ પદાર્થોની પારાવાર આસકિતમાં ફસાયેલા અને ત્યાગમાર્ગે સંયમશરા રહેવાની અશકિતને એકરાર કરતા આજના સત્વહીન મમતાભર્યા જીવોને સમતાભર્યા સંયમી જીવનને સ્વાદ લગાડે તેવી, ખુમારીભર્યું અને વીરતાભર્યું જીવન જીવવાની ઈચ્છા જગાડે તેવી, આત્માના અનંત સુખને અનુભવ કરાવવા, બહિરાત્મા મટી, અંતરાત્મા બની પરમાત્માની કક્ષાએ પહોંચવા સુધીની પ્રેરણા પૂરી પાડે તેવી, ધણી-ઘણી ઉપયોગી બોધપ્રદ બાબત આ ગ્રંથમાં આપોઆપ વણાઈ ગઈ છે.
પ્રથમ છ કર્તવ્યમાં શ્રાવકે દિવસ, રાત્રિ, પર્વ, ચાતુર્માસિક, વાર્ષિક અને જીવનભરના કર્તવ્ય-કર્મોમાં શું કરવું જોઈએ ? તેને વિશદ વિચાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સમ્યકૃત્વમૂલ બારવ્રત; પ્રત્યેક માનવના જીવનમાં જરૂરી પાયા સમાં પાંત્રીસ ગુણે, આહારશુદ્ધિ અંગે બાવીસ અભક્ષ્ય ત્યાગ આદિની સુક્ષ્મ સમજ પણ પ્રસ્તુક પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે.
શમણ જીવનને આદર્શ પૂરો પાડનાર, સામાયિક જીવનનું દિવ્ય ઘડતર ઘડવામાં મદદ કરનાર, આત્મિક વિકાસમાં પ્રેરણાનું પીયૂષ પાનાર, આ પુસ્તકનું પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિપ્રવિજયજી મહારાજે કરેલું આલેખન, શ્રાવક જીવનના એયને સધાવનારું, જીવનમાં માંગલ્યનું, પોત જગાવના અને આત્માની અનંત ઋદ્ધિને પ્રગટ કરવા માટે જોઈતી જરૂરી ભૂમિકા પૂરી પાડવાનું ગૌરવ ધરાવે તેવું છે.
વિશે તો શું લખું ? પરમાત્માના શાસન પાસે હું તે એક સાવ પામર અને સાવ અજ્ઞાન બાળ છું. કુવાને દે સાગરની વિશાળતા કયાંથી માપી શકે ?
10