SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવથી વ્યવહારશુદ્ધિ : – શ્રાવક લેવા દેવાના કાટલાં જુદા ન રાખે. બેટા તેલમાપ ન વાપરે. માલમાં ભેળસેળ ન કરે. – લેતી વખતે છેતરીને વધારે ન લે. આપતી વખતે છેતરીને ઓછું ન આપે. અર્થશાસ્ત્ર પણ કહે છે કે “પ્રામાણિકતા એ ગ્રાહકોને દુકાને ખેંચી લાવનાર લેહચુંબક છે.” – મનમાં જુદુ, વચનમાં જુદુ અને આચરણમાં જુદુ શ્રાવક કદી ન રાખે. સેમ્પલ બીજું બતાવે અને માલ બીજે આપે એવું ન કરે. – ક્રુર લેકે સાથે ઉધાર વેપાર કરે નહિ. ઉધાર વેપાર કરવો પડે તે ય સત્યવાદીઓની સાથે જ કરે. – ધર્મના સોગંદ ક્યારે પણ ન ખાય. – વ્યાજનો વેપાર કરે નહિ. કરવો પડે તે જેટલી રકમ ધીરે તેથી વધુ કિંમતના ઘરેણું વગેરે અનામત લઈને ધીરે જેથી વ્યાજ વસુલ કરવામાં કલેશ, વૈર, ધર્મ અને જાનહાનિ ન થાય. સામે માણસ પોતે જ વ્યાજ આપી અનામત લેવા દે દે આવે. – વ્યાજ પણ ઉચિત એટલે દેશ કાળ પ્રમાણે શાહુકારી વ્યાજ લે. અધિક ન લે. – પિતે બીજાના પૈસા વ્યાજે લીધા હોય તે લેણદારની મુદત પૂર્ણ થયા પહેલાં ભરી દે. કદાચ કર્મચાગે વ્યાપારમાં લાભ ન થયો હોય ને મુદત પ્રમાણે આપી શકે એમ ન હોય તે લેણદારને અસંતોષ અને અવિશ્વાસ ન થાય એ રીતે ધીરે ધીરે ભરપાઈ કરી આપે. 14
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy