________________
પ્રસ્તાવના. જગતની તમામ ખેડાયેલી ભાષાઓમાં કહેવતો, રૂઢિપ્રયોગ (Idioms), અને શબ્દાર્થભેદ (Synonyms), એ ત્રણને સારે સંગ્રહ હોય છે. એ જુદા જુદા વિષય પર અનેક પુસ્તકો ભાષાશાસ્ત્રીઓ તરફથી બહાર પડેલાં હેય છે. આપણું ગુજરાતી ભાષામાં કહેવત સંગ્રહ છપાઈ ગયા છે. શબ્દાર્થભેદ પણ થોડા સમય પર બહાર પડે છે. અને આ રૂઢિપ્રયોગનું પુસ્તક જનસમાજ આગળ ખડું થયું છે. કહેવત મહાન પુરૂષનો અનુભવ સંક્ષેપમાં બતાવે છે, અને વાંચનારને સારી અસર કરી શકે છે. રૂઢિપ્રયોગ એ વ્યાકરણ અને શબ્દ કોશથી અલગ છે. કોઈ પણ ભાષાનું જ્ઞાન વ્યાકરણ અને શબ્દ કોશથી થઈ શકે છે. પરંતુ જે તે બંનેથી પણ નથી થઈ શકતું તે રૂઢિપ્રયોગથી થઈ શકે છે. રૂઢિપ્રયોગ એ ભાષાને એ ગુપ્ત ભંડાર છે કે જે તેને મેળવાને યત કરે છે તેને જ તે જડે છે. માત્ર અભ્યાસથી જ તે શીખી શકાય છે. દેશની રીતભાત, રિવાજ અને લોકેની વ્યાવહારિક પદ્ધતિ ઉપર લખાયેલાં અનેક પુસ્તક કરતાં રૂઢિપ્રયોગનું પુસ્તક લોકોની રહેણું કરણ અને નીતિ રીતિ વધારે સારી રીતે દર્શાવી શકે છે. વળી ભાષાનું રહસ્ય પણ એથીજ જણાઈ આવે છે. - હવે “રૂઢિપ્રયોગ” ( Idioms) ઉપર થોડુંક વિવેચન કરીએ. આ કોશમાં રૂઢિપ્ર
ગ” એ શબ્દ બહુ વિસ્તીર્ણ અર્થમાં વાપર્યો છે. બે અથવા બેથી વધારે શબ્દોના સમૂહનું એક અંગ થઈ કોશની મદદથી જે અર્થ થવા જોઈએ તે ન થતાં કોઈ જુદો જ અને તે પણ કોઈ સ્થાપિત (મુકરર) અર્થ થતો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. જેમ કે, અગીઆર ગણવા એને અર્થ અગીઆરાને આંક ગણવાને કે ભણવાનો નથી થતો, પરંતુ નાસી જવું એવો થાય છે. ઘર ભાગવું એમાં ઇંટ અને રેડાંનું બનાવેલું ઘર જમીનદોસ્ત થવાનું નથી, પરંતુ ઘરની કુટુંબની ખરાબી થવી એવો અર્થ સમાએલો છે. ઘણું લાક્ષણિક અર્થવાળા પ્રયોગોને અમે એમાંજ ગણ્યા છે, એટલું જ નહિ પરંતુ જે અલંકૃત પ્રયોગો ઘણું મૂદતથી ભાષામાં રૂઢ થઈ ગયા છે તેને પણ અમે રૂઢિપ્રયોગમાં લખી કેશમાં આપ્યા છે. કોઈ પણ એક શબ્દમાં એવો ભાવ હોવા છતાં તે પ્રયોગ કહી શકાતો નથી. જેમ કે, ઉકળવું એ શબ્દ કોઈએ કાંઈ સારું કામ ન કર્યું હોય ત્યારે વપરાય છેઆપણી ભાષામાં એવા બહુ શબ્દો છે. જેને કાંઈ ન આવડતું હોય અને મૂર્ખ હેય તેને ઢહ કહે છે. વળી કાટલાંદાસ, શુજાચાર્ય, ભીન મસેન, તાનસેન, વગેરે શબ્દ વિશેષ સકતમાં વપરાય છે, તથાપિ તે રૂઢિપ્રય મમ ગણું શકાતા નથી. એવા શબ્દોને અમે રૂઢ શબ્દો ગણું તે તરફ વધારે ધ્યાન આપ્યું નથી.
ગુજરાતી ભાષામાં જે રૂઢિપ્રયોગ થયા છે તે ઘણું કરીને કોઈ નામની સાથે કે ઈ. ક્રિયાપદ મળીને થયેલા છે. હાથ, પગ, પેટ, દાંત, જીભ, માથું, આંખ, કપાળ, નાક, કાન, ઈત્યાદિ શરીરના અવયે કે જીવને ક્રિયે બતાવનારા શબ્દો સાથે જુદાં જુદાં ક્રિયાપદેથી જુદા જુદા પ્રયોગો નીકળેલા માલમ પડશે. આવા રૂઢિપ્રયોગનાં સાધારણ મૂળ જોવા જઈએ તે તેમ થવાનાં કારણ પણ ઘણે અંશે આપણને માલમ પડ્યા વિના