SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૧ પર સંપૂર્ણ શરીરનો વ્યાપાર અવલંબિત છે. જો મન અશક્ત થઈ ગયુ તો શરીર પણ વધારે કામ નથી આપતુ અને શરીર સ્વસ્થ ન હોય તો જીવન પણ ટકી શકતું નથી. પરંતુ ઉપવાસાદિ વ્રત કરવાથી શારીરિક પ્રકૃતિને બળ મળે છે. ગતિ અને પ્રકૃતિ વધારે સક્ષમ બને છે. શરીરના જે અવયવો નિષ્ક્રિય અને શિથિલ બની ગયા હોય તે પણ ઉપવાસ કરવાથી ક્રિયાશીલ બની જાય છે. આ તપશ્ચર્યાની ઉપયોગિતાનું પ્રમાણ છે. તપસ્યાના રહસ્યો અનન્ત છે. મનુષ્યની એવી આધિ-વ્યાધિઓ કે જેનું કોઈ પ્રકારની ચિકિત્સાપ્રણાલિથી ઉમ્મુલન કરી શકાય તેમ ન હોય ત્યારે યોગશક્તિના બળથી મૂળમાંથી મટાડવામાં આવે છે. અહીં ફક્ત શારીરિક તપસ્યાનું ફળ જોવા મળે છે. અષ્ટાંગ યોગમાં બતાવેલ આસન-પ્રાણાયામ આ બે અંગ આના સાધક છે. યમ અને નિયમના પાલનથી ઠેષ બુદ્ધિનો ત્યાગ થઈ જાય છે અને હિંસક તથા અહિંસક એકસાથે પ્રેમઘાટ પર સ્વતંત્ર રૂપથી વિચરણ કરે છે. ધ્યાન અને ધારણાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને સમાધિ સર્વથા આનંદને આપવાવાળી છે. આ બધી જ શક્તિને આપવાવાળી તપસ્યા જ છે. જેના સંબંધ (સ્થૂલ-સૂક્ષ્મ) મન, વચન, બુદ્ધિ અને શરીર દ્વારા થાય છે પરંતુ સહુથી વધારે બળ મનને પ્રાપ્ત થવાના કારણે તથા માનસિક પ્રક્રિયામાં પરિવર્તન થઈ જવાથી મનોબળને તપની વધુ નજીક માનવામાં આવ્યું છે. તપ એક એવી માનસિક પ્રક્રિયા છે જેનાથી સ્વયં મનને ર્તિ તથા બળ મળવાની સાથે સાથે શરીરનાં બધા અંગો અને આત્માને પણ બળ મળે છે. આધુનિક તર્ક અને તેનું સમાધાન આધુનિક સમયમાં અનેક વ્યક્તિ તપને Negative Measures of the senses અથવા Repression માનીને તપ ઉપર શંકા કરે છે. એમનું કહેવું છે કે તપ ઇન્દ્રિય-નિગ્રહ કરવા માટેનું સાધન નથી આ તો દમન છે પરંતુ વાસ્તવમાં તપનો અભિપ્રાય માત્ર ઉપવાસ, અનશન, નિરાહાર, રહીને તપ કરવાથી નહિ પરંતુ તપના પ્રાયશ્ચિત, વિનયાદિ અન્ય ૬ પ્રકારોથી પણ છે. ઇન્દ્રિય નિગ્રહ માટે Positive Measures છે, પરંતુ પ્રાયશ્ચિત, વિનય, સ્વાધ્યાય આદિ દ્વારા ઇન્દ્રિયોને sublimate કરવું સહજ અને સરળ નથી માટે ઉપવાસ આદિ છે બાહ્ય તપની પણ આવશ્યકતા છે. આજના વિજ્ઞાનયુગમાં આધુનિક માણસની ઇચ્છાઓની જાળ ચારેબાજુ ફેલાઈ ગઈ છે અને જીવ એમાં ફસાઈ ગયો છે જ્યારે એને દુઃખાદિ ફળોનો ખ્યાલ આવશે ત્યારે તેને ઇચ્છા-નિગ્રહઇન્દ્રિયનિગ્રહ રૂપ તપની મહિમાનું જ્ઞાન થશે. ભગવાન મહાવીર કહે છે કે... सुवण्ण रुपस्स पव्वया भवे सिया हु केलाससमा असंखया । 1 । રસ લુદ્ધસ પા તેવિ છિવિ રૂછી શું કા'Iણ સમા તયા (ઉત્તરાધ્યયન સૂત્ર-૯) અગર જો કેલાસ પર્વત જેટલા સોના ચાંદીના અસંખ્ય પર્વત કરવામાં આવે તો પણ મનુષ્યને સંતોષ નથી થતો કારણકે ઇચ્છાઓ તો આકાશની જેમ અનંત છે તેથી જીવનમાં શાંતિપૂર્ણ પ્રગતિ માટે ઇન્દ્રિયો પર નિગ્રહ અને ઇચ્છાઓ પર નિયંત્રણ તપ દ્વારા જ સુસાધ્ય છે. ૩૩
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy