________________
તપશ્ચર્યા
રોગોત્પતિના મૂળ કારણમાં કોણ છે ?
જીવમાત્ર જન્મ-જરા તથા મૃત્યુના દુ:ખોથી ખૂબ જ દુ:ખી છે, તો પણ બુદ્ધિપ્રધાન મનુષ્યના જીવનમાં રોગોનું આગમન કેવી રીતે થયું ? અને શા માટે ? આનો વિચાર કરવાથી ખબર પડશે કે મોહમાયા તથા વિષયોની વાસનાના કારણે સત્ય સદાચારયુક્ત ધાર્મિકતા, મુનિધર્મ, શ્રાવકધર્મ, ત્યાગધર્મ, તપોધર્મ તથા દાન પુણ્યાદિ કાર્યો તરફ જ્યારે જ્યારે બેદ૨કા૨ી તથા નફરત આવે છે ત્યારે ત્યારે સહુથી પહેલા માણસ પોતાના ખાનપાનને બગાડે છે. એટલે કે વધુ પડતી મિઠાઈઓ, ફરસાણો, ખાટા પદાર્થો, તીખા તમતમતા પદાર્થો, માંસાહાર, શરાબપાન, હોટલોના પદાર્થો તથા બજારમાં જે કંઈ મળ્યું તેને ખાવામાં થોડો પણ સંયમ ન રાખવાના કારણે તે જીવ અજીર્ણ રોગના સ્વામી બને છે. વૈદ્યકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે ‘“મનીળ પ્રમાના રો’
ઠાણાંગના સૂત્રમાં પણ રોગોત્પત્તિના નવકારણ આ પ્રકારે બતાવ્યા છે.
(૧) ભૂખ મટી ગયા પછી પણ ઠાંસી ઠાંસીને ભોજન કરવું.
(૨) જે આહારને પચતાં વાર લાગે એવા અત્યંત ભારે પદાર્થોનું ભોજન કરવું.
પ્રકરણ ૧
રોગ માત્ર ભલે ને સાધ્ય હોય કે અસાધ્ય તેના મૂળમાં અજીર્ણના ઘણા પ્રકારોમાંથી એકાદ અજીર્ણ કામ કરતું જ હોય છે. ખાન-પાનના અસમયના કારણે જ્યારે તે અજીર્ણ પણ અસાધ્ય બને છે. ત્યારે શરીરનું લોહી કમજોર થઈને જઠરાગ્નિ તથા આંતરડાને પણ કમજોર બનાવી દે છે. તેના ફળસ્વરૂપે એક પછી એક વ્યાધિઓ આવે છે, વધે છે. ક્યારેક કોઈ માત્રામાં દબાઈ જાય છે અને ક્યારેક અસાધ્ય પણ બની જાય છે. જેનાથી કેન્સર, બ્લડપ્રેશર, હાર્ટએટેક, ફેફસાંની નબળાઈ, ડાયાબિટીઝ, મગજનું ખાલીપણું, લકવો, સાંધાના દુખાવા, શરીરની સ્થૂળતા, દમ, ટી.બી., સનેપાત આદિ બિમારીઓ પ્રાયઃ કરીને અસાધ્ય છે. અથવા કષ્ટ સાધ્ય છે. જેના કારણે શ્રીમંતોનો કે સત્તાધારીઓના રૂપિયા ડૉક્ટરોના ખિસ્સામાં જઈ રહ્યા છે. જ્યારે દ્રવ્યહીન ગરીબો મૃત્યુ પામી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ જીભડીના ચટાકા અથવા તો એવા ગુલામ બની ગયા છે કે ‘સંયમ તપ' શબ્દ પણ સાંભળવા તૈયાર નથી.
-
(૩) વધુ પડતી સુવાની આદત પાડવી, વધુ માત્રામાં ખાધેલો ખોરાક આળશ વધારે છે અને આળશુનો પીર બની જતા તેનું શરીર સદા મડદાલ અને રોગોનું ઘર બને છે.
(૫) કામકાજના દબાવમાં આવીને શારીરિક હાજતોને રોકવી.
(૬) પેશાબને રોકવાથી પણ રોગનું કારણ બને છે.
(૭) શરીર પાસેથી વધુ માત્રામાં એટલે કે હદ બહારનું કામ લેવું.
(૪) કરોડોપતિ બનવાના સપનામાં કારખાનું, દુકાન, પેઢી કે વ્યાપારમાં વધારે જાગવું પણ રોગનું કારણ છે.
૨૨