SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ સહારો લેવાનો છે. અનશન માટે અનિત્યભાવના બતાવી છે. આસના - પદ્માસન કે સુખાસનમાં બેસવું, કમ્મરથી ટટાર બેસવું, કાઉસગ્ગ મુદ્રામાં કે જ્ઞાનમુદ્રામાં બેસવું, ધીમે ધીમે શ્વાસ લેવા અને છોડવા. શબાસનમાં પણ કરી શકાય છે. ચિંતન મનન - આહાર સંજ્ઞાના રાગના કારણે અનશન એટલે કે આહાર ત્યાગ કરવા માટે તૈયાર ન થાય મન નબળું પડી જાય એ સમયે અનિત્ય ભાવનાને યાદ કરવાની છે. આ બધુ જ અનિત્ય છે. આ શરીર પણ આપણું નથી એ પણ ભાડા ઉપર મળેલું છે. આ શરીર અશુદ્ધિ પદાર્થોથી ભરેલું છે. જેટલી પણ સારી વસ્તુ આપવામાં આવી પણ આ શરીરના સંગે બગડી થઈ અને લોહી, માંસ વિષયના રૂપમાં ફેરવાઈ ગયું માટે આ શરીરને વધારે પડતું પોષવાથી કોઈ જ લાભ થતો નથી. આ શરીરનો રાગ વધતો જાય છે. અને એ શરીરના રાગના કારણે અનશન કરતા નથી એ વિચારવું કે આ શરીર નાશવંત છે, અનિત્ય છે. આ પદાર્થો પણ ક્ષણિક છે. આહારના પદાર્થો ઉપર રાગ કરું છું. પણ એ પદાર્થો પણ અનિત્ય છે. માત્ર ઉપરથી દેખાવ જ સારો છે. પણ થોડો સમય જવા દઈએ અને મેનુ સ્વરૂપ જોઈએ તો આહારનો રાગ થોડો થોડા પણ ઉમેરીઓ અવશ્ય જાય. અનશન કરવાથી દ્રવ્યથી, ભાવથી, શારીરિક, આર્થિક દરેક રીતે લાભ થાય છે. દ્રવ્યથી શરીર સુદઢ અને સુંદર બને છે. રોગ પણ જલ્દી શરીરમાં આવતા નથી અને આવી ગયા તો લાંબો સમય ટકી શકતા નથી અને કદાચ નિકાચીતનો ઉદય હશે તો સમભાવમાં રહેવાની જાગૃતિ અવશ્ય પ્રાપ્ત થશે. ભાવથી કર્મક્ષય થાય છે. શરીરનો રોગ તૂટે છે. આહાર સંજ્ઞા પર વિજય મેળવી શકાય છે. ઇન્દ્રિયોમાં સંયમ આવે છે. આ પ્રકાર ચિંતન કરવાથી જરૂર વૈરાગ્યભાવની પ્રવૃત્તિ થાય છે અને અનશન તપ પણ શરૂ થઈ જાય છે. લાભ– શરીર સ્વાથ્યમાં સુધારો થાય છે, નાના રોગોથી છૂટકારો મળે છે. જૂના રોગ નિયંત્રણમાં આવી જાય છે. આહાર પ્રત્યેનો મમત્વ ભાવ ઘટી જાય છે. તપ કરવાની રુચી જાગે છે. (૨) ઉણોદરી – જેટલી ભૂખ હોય એના કરતા ઓછુ ખાવુ તે ઉણોદરી છે. અશરણ ભાવના દ્વારા ઉણોદરી તપની પુષ્ટિ કરવાની છે. આસન - સુખાસન ચિંતન - જેટલી ભૂખ લાગી હોય એના કરતા ઓછું ખાવું એ છોડવું સહેલું નથી. એ સમયે મનને નિયંત્રણ કરવું મુશ્કેલ છે. ત્યારે અશરણ ભાવનાનું ચિંતન કરવાનું છે. અશરણ એટલે કોઈ જ શરણ રૂપ (૫૫૬)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy