SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ હૃદયમાં નિસદ્ધ મન જ્યારે પોતાના જ અભાવને પ્રાપ્ત થાય છે ત્યારે તે પરમપદને પ્રાપ્ત કરે છે. આ પરમગતિની પ્રાપ્તિ માટે આચાર-વિચાર જરૂરી છે. જેવા કે શ્રદ્ધા, તપ, બ્રહ્મચર્ય, સત્ય, દાન, દયા આદિ અલગ અલગ ઉપનિષદોમાં બતાવવામાં આવ્યા છે. I 3 મોક્ષપ્રાપ્તિ માટે તપ અને સમાધિની અનિવાર્યતા બતાવી છે. જે યોગના જ અંગ છે. યોગના પ્રકાર બતાવતા કહે છે કે... कर्म कर्तव्यमित्येवं विहितेष्वेव कर्मस्तु । बन्धनं मनसो नित्यम् कर्मयोगः स उच्यते । यत चित्तस्य सततमर्थे श्रेयसि बन्धनम् । ज्ञानयोगः स विज्ञेयः सर्वसिद्धवरः शिवः । યોઝનક્ષને સોળે દિવિધેડવ્ય મન: (ત્રિશિખિબ્રાહ્મણોપનિષદ ૨૫/૨૭) ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, સમત્વયોગ, ધ્યાનયોગ આદિનો ઉલ્લેખ છે. આના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે (૧) જીવનો સાક્ષાત્કાર (૨) વિશ્વાત્માનો સાક્ષાત્કાર (૩) ઇશ્વરનો સાક્ષાત્કાર. ગીતામાં યોગના સામાન્ય લક્ષણની પણ વાત કરી છે. कर्मण्येवाधिव्यारस्ते मा फलेषु व्यवाचन । મા કર્મપત્ત હેતુણૂ તે સંગોડસ્વનિ II (ગીતા ૨/૪૭) કર્મફળની ઇચ્છા ન કરવી, વિષયો પ્રત્યે અનાસક્તિભાવ રાખવો. સમત્વયોગ, નિષ્કામતા, સુખદુઃખ તથા લાભમાં સમતા રાખવી. બધા જ કાર્યો ભગવાનને અપર્ણ કરવના. બધી અવસ્થામાં સંતુષ્ટ રહી મનને ભગવાનમાં એકાગ્ર કરવું. ગીતાના અનુસાર વિશેષ પ્રકારના કર્મ કરવાની કુશળતા યુક્તિ અથવા ચતુરાઈ યોગ છે. જેને યોગની લબ્ધિ કહે છે. તપોયોગ દ્વારા આત્માથી આત્માનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે તેને પૂર્ણ સંતોષ મળે છે અને પરમ આનંદની અનુભૂતિમાં લીન બની જાય છે. આ જ યોગમુક્તિની ઓળખાણ છે. આજ સમત્વભાવ યોગ છે. ITI
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy