________________
તપશ્ચર્યા
પ્રકરણ -
તે જલ જિમ રવિ શોષવાઈ, જિમ રૂંધ્યા ઘડનાલ; આઠાવ રૂંધઈ તપ તથા, શોષ કરઈ તતકાલ. શ્રી વીર ૦-૩ ઉપવાસ ઉણોદરી, વૃત્તિ તણો રે સંક્ષેપ; રસવારણ સંલીનતા, કાદ્ય કિલેસ ધરેવિ. શ્રી વીર ૦-૪ વેયાવચ્ચ આલોચણા, વિનય અનઇ રે સઝાય; કાઉસગ્ગ ઝાણું તથા, ષટદુગ બારહ થાય. શ્રી વીર ૦-૫ બારે ભેદે તપ કરો, અંગે ધરો રે સમાધ; અધ્યયનઈ જિન ત્રીશiઈ, બોલઈ અસ્થ અગાધ શ્રી વીર ૦-૬ વિજય દેવગુરુ પાટલી, વિજયસિંહ ગુરુ શિષ્ય ; ઉદય વિજયે કહઈ ગણધરા. એ દોય ગુરુ ગુણલીહ. શ્રી વીર ૦-૭ ઇતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીસમાં અધ્યયની સઝાય.
ભજન જીરે લાખા પોતે પોતામાં વિલસી રહ્યા છે જ,
એ તે અન્ય નજરે નાવે રે હાં. જીરે લાખા જન્મ મરણની બેડી તુટી ગઈ છે,
એ તો વિદેહી મુક્ત કહાવે રે હાં. જીરે લાખા સળંગ સુરતાએ આત્માને ભળ્યોજી,
એ તો બોલાવેને વળી બોલે રે હાં. જીરે લાખા વાસ્તવિકમાં જે ધ્યાન ધરી જોયું છે,
એ તે બોલાવેને વળી બોલે રે હાં. જીરે લાખા ભેદ ભ્રમણાનો અંત આવી ગયો છે,
એના અંતરના પડદા બોલે રે હાં. જીરે લાખા પરિપૂર્ણ પદ જેણે જોયું તપાસી જી,
તેણે તોડી પ્રપંચની ફાંસી રે હાં.
-૧૧)