________________
તપશ્ચર્યા
પ્રકરણ ૬
શ્રી મુનિસુવ્રત સ્વામી - સ્તવન
(મારગે વહે ઉતાવળો એ - દેશી ) મન મધુકર ! સુણ વાતડી, તજી અવર સપાદ; જિન-ગણ-કુસુમ સવાદથી, ચળે સવિ વિખવાદ - મન. ૧ વિષય ધતુરો મૂકિયે, તે માંહિ નથી ગંધ; નારી – વિજયા પરિહરે, મ મ થાઈશ તું અંધ - મન, ૨ સોળ કષાય એ કેરડા, તેથી રહેજે દૂર; કે કંટક છે બાપડા, તુહે કરશે. ચૂર – મન. ૩ વિસમો પણ તપ - કેવડો આદરિ ગુણ જાણ; જે પરિણામે રૂઅડો, તેહની જા કરસિ કાંણ - મન૪ મુનિસુવ્રત પદ - પંકજે જો તું પૂરે વાસ; વિનય જાણે તો તાહરી, પોહેંચે સઘળી આસ - મન ૫
ઢાળ (રામગોડી) તાપે મીણ ગલે જિમ મઆખણ, તથા કર્મ તપ તાપે રે; કંચન કાટ ગલે જિમ આગે, પાપ ગલે તિમ તાપે રે, તાપે ૦-૧ તે તાપ બાર, ભેદશું કીજે, કર્મ નિર્જરા હોવે રે; સો મુનિવરને હોય સકામા, અવર અકામા જોવે રે, તાપે ૭-૨ અનસન ઊનોદરી રસ ત્યાગો, કીજિયે વૃત્તિ સંક્ષેપો રે; સંલીનતા કરી કાય કિલેશો, ટલે કર્મના લેશો રે, તાપે ૦-૩ પાયચ્છિત વિનય વેયાવચ્ચ, સઝાયો વરજઝાણ રે; કાઉસગ્ગ કીંજે જેણે ભવિ જન, તપ મુક્તિ વિદાન રે તા ૦-૪
શ્રી ચંદ્રપ્રભ - જિન સ્તવન આનન ઇંદુ સમ, સોભતો, ચંદ્રવ્રુતિ - સમ દેહ - સાહિતજી ચતુરપણે ચિત્ત ચિંતતાં ગુણહન લાવ્યું છે. – સાહિતજી
ચંદ્રાંક્તિ ! માહરે ચિત વસ્યો (૧)
૧૧)