________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
જે માણસ મર્યાદામાં ભોજન કરે છે તેનું આરોગ્ય, આયુષ્ય બળ અને સુખ વધે છે. તેના સંતાનો સુંદર અને સંસ્કારી હોય છે તથા માણસો પણ ખાઉધરો, અકરાંતિયો આ અપશબ્દોનો ઉપયોગ નથી કરતા.
તપશ્ચર્યા કરતાં કરતાં જે લાભ થાય છે. તે આ પ્રમાણે છે.
(૧) ઈન્દ્રિય દમન (૨) સમાધિયોગ સ્પર્શ (૩) વીર્યશક્તિનો ઉપયોગ (૪) જીવન સંબંધ તૃષ્ણાનો નાશ (૫) સંકલેશ રહિત કષ્ટ સહિષ્ણુતાનો અભ્યાસ (૬) શરીર - સ્વાદ અને સુખ પ્રતિ અપ્રતિબધ્ધતા (૭) કષાયનિગ્રહ (૮) ભોગો પ્રતિ ઉદાસિનતા (૯) સમાધિ-મરણનો સ્થિર અભ્યાસ (૧૦) અનાયાસ આત્મદમન (૧૧) આહાર પ્રતિ અનાકાંક્ષાનો અભ્યાસ (૧૨) અનાસક્તિના પરિણામોની વૃધ્ધિ (૧૩) લાભ-અલાભ, સુખ-દુઃખ આદિમાં સમતા (૧૪) બ્રહ્મચર્ય સિધ્ધિ (૧૫) નિદ્રાવિજય (૧૬) ત્યાગ દઢતા (૧૭) દર્પનાશ (૧૮) આત્મકીર્તિ તેમજ હલ, ગણ, સંઘની પ્રભાવના
(૧૯) આળસ ત્યાગ (૨૦) કર્મ વિશુધ્ધિ (૨૧) મિથ્યાદ્રષ્ટિજીવો પ્રત્યે પણ સૌમ્યભાવ (૨૨) મુક્તિ માર્ગ પ્રકાશન (૨૩) જિનાજ્ઞા આરાધના (૨૪) દેહ લાઘવ (૨૫) શરીર પ્રતિ અનાસક્તિ (૨૬) રાગાદિને ઉપશમ (૨૭) શરીર નિરોગિતા (૨૮) સંતોષવૃધ્ધિ (૨૯) આહારાદિમાં આસક્તિની ક્ષીણતા.