________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
અંતરમાં અજવાળા રેલાય છે અનેક પ્રકારના ગુણો સહેલાઈથી પ્રગટ થાય છે. ત્રણે કાળના પાપો નાશ કરવાની બાંહેધરી આ તપ આપે છે. નિકાચિત કર્મોનો નાશ કરવામાં આ તપનું શરણું અભૂત છે. મોક્ષના સાચા સુખ આપવાનો કોલ આ તપે આપ્યો છે. તપની સાધનાથી ચિત્તમાં શાંતિ સ્વસ્થતા અને પ્રસન્નતા પ્રગટે છે. વિષય-વિકારો શમી જાય છે. કષાયોના કકળાટ શાંત થઈ જાય છે. તપસ્વીના ચિત્તમાં પવિત્ર વિચારોનો પ્રવાહ વહેતો જ રહે છે. આધિ-વ્યાધિ-ઉપાધિ અકળાવી શકતી નથી. તપસ્વીના શાંત-સૌમ્ય મુખમુદ્રાના દર્શનમાત્રથી પ્રાણી માત્ર પરમ પ્રસન્નતાનો અનુભવ કરે છે. તપના આ સેવનથી અરિહંતાદિના અનંત ઉપકારો હૃદયવ્યાપી બને છે. અહભક્ત, બહુમાન અને શ્રદ્ધામાં પ્રતિદિન ભરતી જ થતી જાય છે. એ અહંદુ ભક્તિના પ્રભાવે વિરાટ કર્મક્ષયોપશમ થવા પામે છે. દૃષ્ટિ ચોખ્ખી અને પરિમાર્જિત બને છે. પાપનો પશ્ચાત્તાપ અને ધર્મધ્યાનમાં સ્થિરતા જામતી જાય છે. રત્નત્રયની પ્રાપ્તિ સુલભ બને છે. પરિણામે આત્માના પ્રદેશ પ્રદેશે પગદંડો જમાવી બેઠેલા કામ, ક્રોધ, મદ, મત્સર વગેરે હઠીલા કર્મ રોગો પણ હલી ઉઠે છે. અને જળમૂળથી સાફ પણ થઈ જાય છે.
ज्ञानमेव बुधाः प्राहुः कर्मणा तपनान् तपः કર્મોને તપાવે તે “તપ” કહેવાય છે. यः सम सर्वभूतेषु स्थावरेषु त्रसेषु च ।
तपश्चरति शुद्धात्मा श्रमणोऽसौ प्रव्यितितः ॥ જે શુદ્ધાત્મામાં સર્વ ત્રસ (હાલતાં-ચાલતાં જીવો) કે સ્થાવર (એકેન્દ્રિયાદિ સ્થિર જીવો) જીવો ઉપર સમભાવ રાખી તપનું આચરણ કરે છે, એજ શ્રમણ છે. શ્રી નવતત્વ પ્રકરણમાં જીવના લક્ષણ તરીકે ઓળખાવ્યું છે.
नाणं च दंशण चव चरितं च तवो तहा ।
वीरीयं उवओगो अ एयं जीवस्स लक्खणं ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય તથા ઉપયોગ એ જીવના લક્ષણ છે. કર્મરૂપ કાષ્ટને બાળવામાં અગ્નિ સમાન હોવાથી “તપ” આત્માના શુદ્ધ સ્વરૂપને શીધ્ર પ્રગટાવે એ જ હેતુથી નવતત્ત્વમાં તમને 'નિર્જરાતત્વ” તરીકે સ્વતંત્ર સ્થાન આપવામાં આવ્યું છે.
તપ એ સર્વ ધર્મોનું મૂળ છે. આહાર એ શરીર માટે નહિ પણ તપ સાધના માટે કરવાનો છે.