________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
૮. મતિ સારી રાખવી –
મનનું સમ્યફ પ્રકારે વહન કરવું. આત્માના આધિપત્યને રાખતાં આવડી જાય તો મતિ સમ્યક જ રહે છે.
મતિના બે પ્રકાર (૧) કુમતિ (૨) સુમતિ જે આપણી પાસે અસત્ વિચાર કરાવે. હિંસાના કાર્યો થાય તેવા વિચાર કરાવે, વાતવાતમાં અસત્ય બોલાવે, કોઈનું પગથી લેવાનું મન થાય. પોતાની ધાર્યું થાય તો રાજી અને પોતાનું ધાર્યું ન થાય તો ગુસ્સો વિગેરે કરાવે તે કુમતિ છે.
જે સારા વિચારો દ્વારા સારું કાર્ય કરવાનું મન થાય. જીવદયા, સદ્ભાવ, મૈત્રી વિગેરે રાખવાનું મન થાય. કાર્યમાં, સારાકાર્યોમાં સદાય સાથ આપવાનું મન થાય, દરેક પ્રત્યે સારા વિચારો આવે તે સુમતિ છે.
કુમતિ તો ભવોભવને બગાડનારી છે. જ્યારે સુમતિ તો ભવોભવને સુધારનારી છે. માટે મતિ સારી જ રાખવી જોઈએ. વિદ્યા અભ્યાસ કરવો –
વિદ્યા હોવી જરૂરી છે જે જ્ઞાન ન હોય તો જીવન વ્યવહાર બધો જ અટકી જાય. જેમ મંદબુદ્ધિના મનુષ્યો રહેલા છે જેને કાંઈ જ ખબર પડતી નથી.
સારુ જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી પ્રાપ્ત કરવું જોઈએ કારણકે જ્ઞાન જ અજ્ઞાનને ટાળે છે અને નીતિશતકકારોએ પણ કહ્યું છે કે “વિધરં સર્વ ધ” જેની પાસે વિદ્યાધન છે એની પાસે બધુ જ છે અને જેની પાસે વિદ્યાધન નથી એની પાસે કાંઈ જ નથી. વિદ્યા જ્ઞાનપૂર્વકની હોવી જોઈએ. વિદ્યા સમ્યક પ્રકારની હોવી જોઈએ માટે જ કહ્યું છે કે “વિદ્યા વિનયેન શોમ” વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા જીવનમાં ઉતરી જશે તો નમ્ર, ભાષામાં મિઠાસ, કોમળતા, દાક્ષિણ્યતા, સહિષ્ણુતા વિગેરે ગુણોની પ્રાપ્તિ કરાવે છે અને વિદ્યાનું અજીર્ણ થઈ જાય તો અહંકાર, તોછડાઈ, અવિવેક, કઠોરતા વિગેરે કેટલાય દુર્ગુણો આવી જાય છે.
વિદ્યાભ્યાસમાં સતત ઉદ્યમ કરવાથી નવું નવું જાણવા મળે છે. નવું નવું શીખવા મળે છે. સર્જનાત્મક પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. જેના દ્વારા અન્યોને પણ પ્રેરણા મળે છે. જેને પણ વિદ્યાનું મહત્વ સમજાઈ જાય છે તે ક્યારેય પણ આળસ કરતો નથી. ચીનના ફિલોસોફર હ્યુએનસંગ જ્યારે ભારતમાં આવ્યા અને જતા સમયે ભારતીય ગ્રંથો જોઈને જતા હતા. ગંગાનદીમાંથી
-(૪૦૯)