________________
તપશ્ચર્યા
કુદરતી સંપત્તિની જાળવણી -
-
પ્રકરણ *
ભગવાન મહાવીરે સર્વજીવો સાથે ખમતખામણા કરી બંધુત્વની ભાવના જગાડતા કહે છે કે—
खामेमि सव्वे जीवा सव्वेजीवावी खमंतु में ।
मित्तिमे सव्वभूएसु, वेर मज्जं न केणइ । આવશ્યક સૂત્ર
સર્વ જીવોને યાદ કરીને ખમતખામણા કરવાની વાત બતાવી છે અને જેમ જેમ ખમતખામણા કરવામાં આવશે તેમ તેમ બંધુત્વની ભાવના જાગશે અને એ બંધુત્વ દ્વારા વિશ્વમાં શાંતિ સ્થપાશે. વિશ્વમાં ઉદારતાનો વધારો થશે. સહુ એકબીજાને મદદ કરશે. જરૂરિયાતના સમયે એકબીજાના પડખે ઉભા રહેશે. પોતાની પાસે વધારાનો માલ હશે તો એ બીજા દશને જરૂર મદદ કરશે એટલે કે આયાત અને નિકાસ બન્નેને જાળવશે. આ મૂલ્યો દ્વારા બંધુત્વની ભાવના જગાડી સહુને સુખ અને શાંતિ મળશે.
-
કુદરતનો આપણને અમૂલ્ય વારસો મળ્યો છે. એ વારસાની જાળવણી માટે મૂલ્યોની જરૂરીયાત છે. धर्मो रक्षति रक्षतः ।
જો તમે ધર્મનું રક્ષણ ક૨શો તો ધર્મ તમારુ પણ રક્ષણ કરશે. એવી જ રીતે આપણે કુદરતી સંપત્તિની જાળવણી કરીશુ તો કુદરત આપણી પણ રક્ષા કરશે. કુદરતનું સંતુલન જાળવવુ હોય તો મૂલ્યોને અપનાવવા પડશે. કુદરતે આજે આપણને કોઈ પણ કિંમત લીધા વિના મફતમાં જ હવા, પાણી, વનસ્પતિ, જમીન, આકાશ વિગેરે જીવનજરૂરિયાતની વસ્તુઓ આપી છે પરંતુ મૂલ્યો કરતા જ્યારે સ્વાર્થની ભાવના વધે છે ત્યારે કુદરતી હોનારત સર્જાય છે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ કરી નાંખે છે.
૩૯૪.
પહેલાના સમયમાં માણસો પાસે મૂલ્યોની મજબૂતાઈ હતી એટલે કુદરત ખુશ હતી અને દરેક ઋતુઓ સમયસર આવી જતી. કુદરતનું કોઈ જ નુકશાન ન હતું. આજે મૂલ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે. એટલે મજબુતાઈ ઘટી છે અને વારંવાર કુદરતનો ખોફ(નુકશાન) સાંભળવા મળે છે. પહેલા “સહુના સુખમાં મારુ સુખ” આ ઉક્તિઓ સાંભળવા મળતી હતી અને હવે “હું, તું અને આપણા બે” સાંભળવા મળે છે. જે ભાવનામાં ઘટાડો થયો છે એની સાક્ષી પૂરે છે આજે કુદરતી સંપત્તિ ઉપર કૂઠારઘાત થયો છે. પાણીનો દૂરઉપયોગ વધી ગયો છે. વનસ્પતિકાય ઝાડ વિગેરેને કાપવામાં આવી રહ્યા છે. કારખાનાઓ દ્વારા કેમિકલવાળુ પાણી છોડતા જમીનને નુકશાન થઈ રહ્યું છે. આજના વૈજ્ઞાનિકોએ પણ આજના વિશ્વને ચેતવણી આપી છે હવે થોભી જાવ ઘણા આગળ વધી ગયા છો પાછા વળી જાઓ નહિતર ભયંકર વિનાશ માટે તૈયાર રહેવું પડશે. માટે જ જ્ઞાનીઓએ