SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૪ છે? જો માનવને શોભાયમાન બનાવવું હોય તો માનવ મુલ્યોને વ્યક્તિગત રીતે જીવન આચરણમાં લાવવા પડશે અને પશુ જેવું જીવન જીવવું હોય તો મૂલ્યોની કોઈ જ જરૂરીયાત નથી. મુલ્યોને જીવનમાં અપનાવવાથી વ્યક્તિની અલગ જ ઓળખ ઉભી થાય છે જેનાથી એના જીવનમાં નિખાર આવે છે. એની વ્યક્તિત્વ (પર્સનાલીટી) આખી અલગ જ તરી આવે છે. મૂલ્યોથી વ્યક્તિની અલગ જ ઓળખ ઉભી થાય છે અને એ ઓળખ એનામાં રહેલા સુખના દરવાજાને ખોલી નાંખે છે. વ્યક્તિ વિકાસ માટે જરૂરી – મૂલ્યોથી વ્યક્તિ વિકાસ ઝડપી બને છે. આપણે આગળ જોઈ ગયા કે આદિમાનવ અને એનું જીવન કેવું હતું. એની પાસે મૂલ્યોને ન હતા, જ્ઞાન ન હતું માટે એ નાનકડી દુનિયામાં રહેતો હતો. એના સાધનો, એની જગ્યાઓ સમિત હતી પરંતુ જેમ જેમ મૂલ્યો મળતા ગયા, મૂલ્યોવાળુ જીવન બનાવતા ગયા તેમ તેમ એના વિકાસ ઝડપથી થતો ગયો. મૂલ્યોથી જીવનમાં ત્રણ પ્રકારે વિકાસ સધાય છે. (૧) તનનો વિકાસ (૨) મનનો વિકાસ (૩) ધનનો વિકાસ તનનો વિકાસ – મૂલ્યોથી તનનો વિકાસ થાય છે. શરીરમાં ઓજ અને તેની વૃદ્ધિ થાય છે. શરીર પ્રસન્નતામય જોવા મળે છે. શરીરમાં ર્તિ આવે છે. શરીરની ક્રાંન્તિમાં વધારો થાય છે. મૂલ્યોના કારણે શારીરિક શ્રમ કરવાનું મન થશે જેના કારણે શરીર સૂડોળ બને છે અને શારીરિક શ્રમના કારણે ડૉકટરો પાસે જવાની જરૂરીયાત રહેતી નથી. પર્સનાલીટી (વ્યક્તિત્વ) પણ વધી જાય છે. આમ મૂલ્યોથી તનનો વિકાસ અનેક પ્રકારે થાય છે. મનનો વિકાસ – મૂલ્યોના કારણે માનસિક સ્તર આખુ બદલાઈ જાય છે. જે મન હતાશામય નિરાશામય હતુ તે ઉત્સાહી બની જાય છે. મન મક્કમ અને મજબૂત બની જાય છે. માટે જ કહ્યું છે કે – મન કે હારે હાર હૈ, મન કે જિતે જિત મન હિ લઈ જાય મોક્ષ મેં મન હિ નરકમોઝાર મન જો હારી ગયુ તો સવળુ પણ અવળુ બની જાય છે અને ક્યારેક એવું પણ બની જાય છે કે મન મક્કમ બની જાય છે તો અવળુ પણ સવળુ કરી દે છે. માનસિક સ્તરનો વિકાસ થશે તો વિચારોનો વિકાસ થશે અને વિચારોનો વિકાસ થશે તો આચરણમાં આવશે. એ આચરણ દ્વારા મન નિર્મળ, પવિત્ર બની જશે. મનની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અનાદિ કાળના કુસંસ્કારો જે મનમાં આવે છે તે પણ મૂલ્યોરૂપી સાબુ દ્વારા ધોવાઈને સાફ થઈ જાય છે ત્યારે મનમાં સારા વિચારો આવે છે. કોઈનું સારુ જોઈને ખુશી થવાય છે. સહુનું ભલુ થાય, સહુનું સારું થાય એવી ભાવનાની પ્રાપ્તિ થાય છે. આવી રીતે મુલ્યો દ્વારા મનનો વિકાસ પણ સુંદર થાય છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy