SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ ૩.૧૩ સૂફીમત હલ્લામે મનસુર, બાસરા, સૂફીમત ગઝાલી, સોહરાવરદી, ભારતીય સૂફી પરંપરા જગતના તમામ ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે તપનો મહિમા વર્ણવવામાં આવેલ છે. તપ મુખ્યત્વે કરીને અપવર્ગ માટેનો સાધન છે. પાશ્ચાત્ય ધર્મોની વાત કરીએ તો યહુદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, જરસ્યોધર્મ અને બહાઈ ધર્મમાં પણ તપની વિભાવના કરવામાં આવેલ છે. તપ માત્ર શારીરિક અને બાહ્ય કલેશોનો નાશ માટેનો સાધન જ નહિ પરંતુ તપ એક જીવન જીવવાની વિચારધારા કે જીવનના માર્ગ તરીકે તમામ ધર્મોએ તપનો સ્વીકાર્યો છે. ઇસ્લામ ધર્મમાં તપને ઝુહુદ કહેવામાં આવે છે. ઇસ્લામ ધર્મની તમામ શાખાઓ પછી તે સુન્ની પંથ વિચારધારા હોય કે શીયા પંથની વિચારધારા હોય. તમામમાં તપને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. કુશનમાં તપની વ્યાખ્યા માત્ર બે લીટીમાં જ આપવામાં આવેલ છે. તે મુજબ તપ એટલે “તારે જે છૂટી ગયું છે તેને અફસોસ ન કરવો અને તને જે મળ્યું છે તેનો ઉલ્લાસ ન કરવો” (કુરાન સુરાન પ૭ આયાત નં.૨૩) બીજી અન્ય સુરાતો કુરાન કહે છે કે “જે વ્યક્તિ ઝુહુદને પામ્યો છે. ઇસ્લામ ધર્મના ચોથા ખલિફા હઝરત ઇમામ અલીએ પણ તેમના નાહાઝુલબલગમાં ઝુહુદનું વર્ણન કરતા જણાવે છે કે “એ લોકો ઝુહુદ એટલે તમારી આકાંક્ષાઓ ઉપર કાબુ મેળવવો પરમાત્માને આભારી થવું અને પરમાત્માએ બક્ષેલા ન્યાયમતોનો સંયમપૂર્વક ઉપયોગ કરવો અને પરમાત્માએ પ્રતિબંધિત કરેલ માર્ગ ઉપર ન ચાલવું તેને ઝુહુદ કહે છે. ગ્રહદને તપના સંદર્ભમાં વિચારીએ તો ઇસ્લામ ધર્મની સૂફી વિચારધારામાં તેના મૂળિયા જોવા મળે છે. સૂફી વિચારધારાઓ અનેક વિવિધ માર્ગોમાં વહેંચાયેલી જોવા મળે છે. હઝરત મહમંદ પયગમ્બર સાહેબનું જીવન દર્શન જોતા જણાય છે કે તેમને હઝરત ઝિબ્રીલ તરફથી કુરાનના સ્વરૂપે જે ઇશ્વરીય સંદેશો મળેલ તે સંદેશ પયગંબરના ખુબ જ તપનો પરિણામ છે. મહમંદ પયગંબર સાહેબે હીરા નામની ગુફામાં અનેક દિવસો સુધી આકરી તપશ્ચર્યા કરેલ અને પરમતત્વ પામવા મથામણ કરેલ. અંતે તેમને જે કુરાન સ્વરૂપે યહિ મળી તે જ ઇસ્લામના અનુયાયીઓ માટેનો ધર્મ બની રહ્યો. ઇસ્લામમાં પવિત્ર રમઝાન માસમાં ત્રીસ દિવસ સુધીનો ઉપવાસનો માત્ર મહિનામાં જ નથી પરંતુ ધર્મ દ્વારા તેને ફરજિયાત કરવામાં આવેલ છે. પ્રત્યેક મુસ્લીમ એણે ફરજીયાત પણે ત્રીસ દિવસના ઉપવાસ કરવાના હોય છે.આ ઉપવાસને રોઝા તરીકે ઓળખવામાં આવે છે. તેને અરબી ભાષામાં (૩૮) ૩૭૮
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy