SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ ભાવક્તા ન ભળે તે માત્ર આત્મવંચના જ છે. એમણે મૂર્તિપૂજાનો પણ નિષેધ કરેલ છે. તેઓ કહે છે કે જે વ્યક્તિના હૃદયમાં બાહ્ય પ્રદર્શનના સ્થાન પર સદાય ભગવાનનું ધ્યાન રહે છે તે વ્યક્તિને કામ, ક્રોધાદિ ક્યારેય પણ સતાવતા નથી અને તે ભક્ત સ્વયં ઇશ્વરીરૂપ બની જાય છે. સંત જીવનના મૂળમાં ભક્તિ રહેલી છે. બીજી બધી સાધનાઓ અઘરી છે. જ્યારે ભક્તિ સહેલી છે. સરળતા, સહજતા અને સર્વસુલભતાના કારણે પ્રાચીનકાળથી આનુ મહત્ત્વ રહેલું છે. રૈદાસજીએ ભક્તિને શ્રેષ્ઠ સાધના માની છે. રૈદાસજીનું માનવું છે કે ભક્તિના માધ્યમથી અનેક પાપીઓના ઉદ્ધાર થઈ શકે છે. એવી સંપૂર્ણ સમાજને આ પ્રેરણા આપી છે. તમામ પ્રકારના આકર્ષણોથી મુક્ત થઈને પોતાના આરાધ્ય દેવ પ્રત્યે તીવ્રતમ ભાવ આવી જવો તેને ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિભાવનામાં દિનતાનો ભાવ, શરણાગતિનો ભાવ, પ્રભુમાં ધ્યાનમાં તન્મયતા અને આત્મનિવેદન તથા ભક્તિ ભાવનાના માધ્યમતી તાદાત્મયની અનુભૂતિ જ જોવા મળશે. નવધાભક્તિ - શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન.. પદ્ધતિ - અનુકૂળ સંકલ્પ, પ્રતિકૂળતાનો ત્યાગ, રક્ષષ્યતીતિ વિશ્વાસ, ગોસૃત્વ, આત્મનિક્ષેપ, કાર્મણ્યમ્ અગિયાર આસક્તિ – ગુણહાત્મયાસક્તિ, રૂપાસક્તિ, દાસ્યાસક્તિ, સગાસક્તિ, આત્મનિવેદનશક્તિ, તન્મયાસક્તિ, પરમક્તિસક્તિ રિદાસજીની ભાષામાં વિભિન્ન પ્રયોગો જોવા મળે છે. અવધિથી પ્રભાવિત પ્રયોગ चमरहा गांठि न जनई, लोग गाठावें पनहीं । વ્રજભાષામાં પ્રયોગ चित्त सिमरन करउं नैन अवलोलनो રાજસ્થાની ભાષામાં પ્રયોગ माहीका पुतरा कैसे नाचतु हे देखै सुनै दोरयो फिरतु है । जब कुछ पावत गर्व करत है माया गई तो रोवन लगतु है । ખડી બોલીમાં પ્રયોગ मेला मैला कपडा बैंता रे, एक धोउं । आ आयें नींदडी रे, कहां लो सोऊं । ઉર્દૂ-ફારસીમાં મિશ્રિતમાં પ્રયોગ ना तसबीस खिराजु न माल खोफ़ न खाता न तरसवाला
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy