SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા કોનો વધ કરવા જેવો છે એ વાત બતાવતા કહે છે કે... जौं तोहि खून साँच मन भावा । करहु खून हम तुमहि बताव । ग्यान खरग द्रिढ कर गहो । का भाविल भह मारी । पाँच पचीसहिं जाति कै । करम भरम सभ झारी । પ્રકરણ 3 આપણી નૈતિક અને આધ્યાત્મિક શક્તિ હણાઈ જાય છે. આવા પદાર્થોનું જે સેવન કરે છે એનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે આ પદાર્થોનું સેવન કરવાવાળો કયારેય પણ પરમાર્થી સાધના નથી કરી શકતો. આ અત્યંત ખેદનો વિષય છે કે મહાન ધાર્મિક અનુયાયી હોવાનો દાવો કરે છે અને આ ખાઈને કે પીને અકાર્ય કર્મ કરે છે. ધર્મના નામે આ પ્રકારે પાપ કરવા મહા અનર્થનું કારણે છે. - યાન સોહૈ, ચૌપાડું, ૧૬ ગૌર સાવી, ૮, ૪ .પ્ર. પૃ. ૨૨ દરિયા સાહેબ કહે છે કે જો તમારે મનને સાચેસાચ મારામારીમાં મજા આવે છે તો હું તમને મારવાની વસ્તુ બનાવું છું. તમે જ્ઞાનની તલવારને દ્રઢતાથી પકડો અને કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર નામના યોદ્ધાની કતલ કરો પછી પાંચે ઇન્દ્રિયો અને પચ્ચીસોં પ્રકૃતિઓને જીતીને બધા પ્રકારનાં ભ્રમ અને કર્મથી મુકત બની જાઓ. સંત ચરનદાસ મહાપુરુષનો જન્મ રાજસ્થાન જિલ્લાનાં અલવર શહેરની બાજુમાં ડેહરા ગામ છે ત્યાં મુરલીધરભાઈ તથા કુંજીબાઈ રહેતા હતા. કુંજીબાઈની કુક્ષીએ સંવત ૧૭૬૦માં ભાદરવા સુદ-૩ મંગળવારના દિવસે મહાપુરુષનો જન્મ થયો જેમનું રણજીત નામ પાડવામાં આવ્યું. ૩૬૩ આ પરિવાર પ્રભુભક્તિ માટે ખૂબ જ પ્રસિદ્ધ હતો. એમના દાદા પ્રાગદાસ અને દાદી યશોદા હતા. નીતિમાન તથા દયાળુ હતા. માતા-પિતા પણ સન્ત સ્વભાવના તથા ત્યાગ વૃત્તિવાળા પ્રભુ ભક્ત હતા. સંસારમાં રહેવા છતાં પણ સંસારથી પર હતા. તપરૂપી પ્રભુભક્તિ તથા સમાધિમાં લીન રહેવાવાળા હતા. ક્યારેક જંગલમાં ચાલ્યા જતા અને કલાકો સુધી સમાધિમાં લીન રહેતા હતા. માતા પણ સેવા, સહનશીલતા અને નમ્રતાની દેવી હતી. વચનમાં મીઠાસ અને મનના ઉદાર હતા. એક આદર્શ પત્ની તથા આદર્શ માતા પણ હતા. આ સંસ્કારો રણજીતમાં પણ જોવા મળતા હતા. નાની ઉંમરમાં જ નમ્રતા, ઉદારતા, ધૈર્ય, થોડું બોલવું, લડાઈ-ઝગડાથી દુર રહેવું. આનાં કારણે જોવામાં બાળક જેવો અને વ્યવહારમાં પરિપકવ બુદ્ધિવાળા દેખાતા હતા. પાંચ વર્ષની ઉંમરે રામનામનો જાપ જીભ ઉપર ગુંજતો હતો અને પોતાના મિત્રોને પણ પ્રભુનું
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy