SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ मै तो दासी बिरइ की रे तू कोई लूं दारु देय । छिण मन्दिर छिण आंगणे रे छिण छिण ठाढ़ी होय ॥ घायल ज्यूं घूमंत किरूं बिया न बुज लोय । मीरां व्याकूल विरहणी रे दरसण दीजो मोय ।" રાવ દૂદાજીનું મૃત્યુ સં.૧૫૭૨માં થયું અને એમના મોટા દીકરા વિરમદેવજી મેડતાના સિહાસન પર આરૂઢ થયા. એના બીજા જ વર્ષે એમણે મીરાંબાઈનો સંબંધ ચિતોડ મહારાજા સાંગાના પૂત્ર ભોજરાજ સાથે નક્કી કરી દીધા, પરંતુ મીરાંબાઈ તો ગિરિધરમાં મગ્ન હોવાથી અને મનથી વરી ચૂકેલા હોવાથી બીજા કોઈ સાથે લગ્ન કરવાની ઇચ્છા જ ન હતી. જ્યારે કુંવર ભોજરાજની જાન મેડતા આવી ત્યારે લગ્ન વખતે પણ ગોપાલ ગિરધરની મૂર્તિને સાથે રાખીને જ લગ્ન કર્યા અને મૂર્તિને પણ સાથે જ પાલખીમાં ચિતૌડગઢ લઈ ગયા. ગિરધર સિવાય અન્ય દેવતાના પૂજનમાં અસમર્થતા બતાવી ત્યારે સાસુ, સસરા નારાજ થઈ ગયા અને રહેવા માટે અલગ મહેલ આપ્યો. જે કર્વરના નામથી પ્રસિદ્ધ છે. મીરાંબાઈના પતિ ભોજરાજજીએ એમની ભક્તિનો શરૂઆતમાં વિરોધ કર્યો પરંતુ એમની ભક્તિ સાચી અને અટલ જોઈ એમનો વિરોધ કરવાનું છોડી દીધું અને પ્રસન્નતાથી રહેવા લાગ્યા. મીરાંબાઈને કુર્ભ-શ્યામના મંદિરમાં સમય સમય પર સત્સંગમાં જવાની અનુમતિ પણ આપી દીધી. લગ્નના ૪૫ વર્ષ પછી મહારાજ ભોજરાજનું મૃત્યુ થઈ ગયું ત્યારે મીરાંબાઈએ સસરાજીને પોતાના માટે એનું મંદિર બનાવી દેવાની વિનંતિ કરી. એમની વિનંતિ સાંભળીને મહારાણાએ કંભ-શ્યામ મંદિરની જમણી તરફ સં.૧૫૮૧માં મંદિર બનાવી આપ્યું. જ્યાં રહીને મીરાંબાઈ ગિરધરનું પૂજન, ભજન અને સાધુઓનો સત્સંગ કરવા લાગ્યા. મહારાણા સાંગાની રાણી જાણીબાઈ કાશી ગયા અને ત્યાં “સંત રૈદાસને ગુરુ તરીકે ધારણ કર્યા અને એમને ચિતૌડ આવવાનો આગ્રહ કર્યો. કહેવાય છે કે સંતરૈદાસ ચિતૌડ આવ્યા અને એમના સત્સંગથી મીરાંબાઈ પ્રભાવિત બન્યા અને રૈદાસને ગુરુ તરીકે સ્વીકાર્યા. "रैदास संत मिले मोंहि गुरु दीन्ही सूरत सहवानी" મીરાંજીના મંદિરની સામે જ રૈદાસજીના ચરણ ચિન્હની છત્રી છે. સમય જતાં મીરાંબાઈની ભક્તિમાં અનેક અડચણો ઉભી કરવામાં તમામ પ્રયત્નો આવ્યા પરનું સોનાને જેમ તપાવવામાં આવે તેમ શુદ્ધ થાય છે અને ચળકાટ વધે છે એવી જ રીતે મીરાંબાઈનો યશ દૂર સુદૂર ફેલાવા લાગ્યો. (૩૫૫)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy