________________
તપશ્ચર્યા
તારે ધરું પ્રભુજી ભેટ સ્વીકારી લે તે.
ને કૈં બીજા હૃદય હોય વિકાર જે જે,
હું પાસથી ઝૂંટવી સર્વ લઈ જ લેજે. (શાર્દૂલવિક્રીડિલ)
હૈયામાં ધરી હામ બહાર નીકળ્યો છું આવવા તું - કને.
હું છું બાપ ન ભોમિયો ચઢી જતાં આડો પ્રભુ ! શું થશે ?
તારો તું ધ્રુવ ધ્યેય બાપ ! મુજ છું સામે જ એને પ્રભુ,
રાખી દૃષ્ટિમહી જ જેમ ડગલાં હું થી ભરાતાં ભરું, (ભુનંગી)
સદા સર્વની સાથ હૈ નમ્રભાવે
સદા સર્વને પ્રેમથી રીઝવી લે
નકામા નકામા તરંગે ચડ્યું તો ગુમાવીશ તું મેળવેલું રળેલું... (ગઝલ)
થવા તે પ્રેમને કાજે ફના જીવતણા ભાવે થયા કરવાનું હૈયામાં લગન એવી લગાડોને. ભિખારી જે રખડતો તો જીવનના બારણે તેને તમે બોલાવીને શાને રહેવા દો ભૂખ્યા એને ? તમારી બૂમથી એ તો ખરે બોલાવિયો આવ્યો. હવે ટટળાવતાં શાને ? ઊભો કાં ખાલી રાખ્યો શો ? હજી ખપ્પર રહેલું છે. પડેલું ખાલીખમ કેવું. નજર એમાં રહેલી શી ? સ્વજનને સાદ પડ્યે શું ? ભિખારી કેમ પાછો તે હવે આંગણ પડી જાયો ? હવે તો આર કે પાર થવાનું ભલે થાયે. તમારે આંગણે અડ્ડો જમાવીને પડ્યું રહેવું. ભલે નાખો, ન નાખો કે અમારુ એટલું કહેવું.
૩૫૩
પ્રકરણ
૩