SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ “હે ભાઈ પરમતત્વનું ધ્યાન ધરવું એ એક જ ધાર્મિક વિધિ છે.” આમ નાનકજીએ બાળપણમાં જ ઇશ્વરની ભક્તિ કરી, પ્રાર્થના કરી. એમાં જ લીન રહેવા લાગ્યા. જંગલમાં જઈને ઇશ્વરની બાળભાષામાં, કાલીઘેલી વાતોમાં ભક્તિ કરવા લાગ્યા અને એ ભક્તિ કરતા કરતા ઈશ્વરના દર્શન થયા અને ઈશ્વરમય બની ગયા. પૂ. શ્રી મોટા પૂ. શ્રી મોટાનો જન્મ પંચમહાલ જીલ્લાના સાવલી ગામમાં થયો હતો. પૂર્વભવના સંસ્કારના કારણે નાનપણમાં જ વૈરાગ્યના સંસ્કાર જાગૃત થયા. ઘરે મહેમાન આવેલા, રાત્રે ચોકી કરતા સિપાઈએ મહેમાન સંબંધી પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી એ બાબતમાં ના પાડતા સિપાઈ શ્રી મોટાના પિતાજીને મારતા મારતા પોલીસ સ્ટેશને લઈ ગયો. નિદોર્ષતાનો ખ્યાલ આવતા પાછળથી છોડી દિીધા, પરંતુ આ પ્રસંગે શ્રી મોટાને વિચારતા કરી દીધો “ગરીબને આ સંસારમાં સૌ કોઈ હડધૂત કરે છે. અપમાનિત કરે છે અને તેને ગાળો પણ આપે છે પરંતુ આપણે ગરીબ હોઈએ છતાં કોઈ અવહેલના ન કરે એવી સ્થિતિ પેદા કરવા શું કરવું જોઈએ ? આવી ઉત્કૃષ્ટ લાગણી જાગી. વિચાર કરતા સમજાયું કે અમારા તાલુકાના મામલતદાર સાહેબને ગામના પ્રતિષ્ઠિતમાં પ્રતિષ્ઠિત ગણતા નાગરિક પણ સલામ ભરે છે. તો મારે પણ તેવા થવું તે માટે મારે ખુબ ભણવું જોઈએ. આ સમાધાન થતા મને પણ ભણવાની ખરેખરી તત્પરતા જાગી મહેનત કરીને દોઢ વર્ષમાં એકથી ચાર ધોરણ પૂરા કર્યા. આમ કરતા કોલેજકાળ પૂરો થયો. ભરયુવાવસ્થાનો તરવરાટ હતો ત્યાં રોલેટ કાયદાની સામે ગાંધીજીએ માંદગીના બિછાનેથી પડકાર આપીને સત્યાગ્રહ કરવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે મોટા પણ તેમાં જોડાઈ ગયા. અલગ અલગ સંસ્થાઓના કાર્યમાં જોડાયેલા રહેતા હતા. ભૂજ ખાતે જોડાવાનું થયું. એક રાત્રે પૂરી જાગૃત અવસ્થામાં સશરીર દર્શન પામેલા. આમ અલગ અલગ ઠેકાણે પણ સારામાં સારા અનુભવ થયા. પ્રાર્થનાદિમાં એકાગ્રતામાં હજુ આવતી ન હતી છતા એમણે ધીરજ છોડી ન હતી. પ્રાર્થનાનો ગુંજારવ સ્મરણભાવની ધારણામાં પ્રકટાવ્યા કરતો હતો. પ્રભુકૃપાથી તે ભાવનો અખંડ જાગૃતિપૂર્વકનો અભ્યાસ અંતરમાં ધારવાનું બનતું નથી તે ભાવ ઊંડો ઊતરી જતો અને સમસ્ત જીવનો આધાર તે ભાવમય બની જતો. કવિ સલાર પાસે એકવાર પ્રેમલક્ષણ ભક્તિના ગીતો સાંભળવા સરખેજ જવાનું થયેલું. સત્સંગ થતા સાધનાની અંતરતમ હકીકત અંગે પણ વાતચીત થયેલ ત્યારે કવિશ્રીએ કહ્યું કે તમારે દિલમાં શુદ્ધ અનાસક્ત પ્રેમ છે અને તે ઘણી ઊંચી કોટિનો છે. (૩૪૯.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy