SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ ૧૩. દેવગુપ્ત - નારદ ૧૪. ક્ષત્રિય પરિવ્રાજક - સેલઈ આદિ આ પરિવ્રાજકો ઋગ્વદ, સામવેદ, ઇતિહાસના સાંગોપાંગ જાણકાર હતા. ષષ્ટિતન્ન, ગણિત, દિક્ષાકલ્પ, વ્યાકરણછેદ નિરુક્ત અને જયોતિષશાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણ ગ્રન્થોના નિષ્ણાત હતા.21 વૈદિક અને શ્રમણ પરંપરામાં પ્રરિવાજકોનો ઉલ્લેખ ૧. ચરક - ભગવા વસ્ત્ર પહેરી સામુહિક ભિક્ષા કરવાવાળા, ત્રિદડી. ૨. ધર્મ ચિન્તક - ધર્મશાસ્ત્રનું અધ્યયન કરવાવાળા. ૩. અવિસદ્ધ - કોઈપણ પ્રત્યે વિરોધ ન રાખવાવાળા વિનિત, ભક્તિમાર્ગ. ૪. વિસદ્ધ - પુણ્ય-પાપ, સ્વર્ગ-નરક નથી માનતા, અક્રિયવાદી ૫. વૃદ્ધ - વૃદ્ધાવસ્થામાં સન્યાસ ગ્રહણ કરવાવાળા ૬. પંડુરંગ – શરીર પર ભસ્મ લગાવતા હતા. ૭. ગૌતમ - બળદ રાખતા વિવિધ કરતૂકો દ્વારા લોકોને પ્રસન્ન કરતા હતા. ૮. ગોવ્રતિક - ગાય સાથે પરિભ્રમણ કરવાવાળા ગાય બહાર જાય, ખાય, પાણી પીએ એ પ્રમાણે જ બધુ કરવાવાળા ૯. ગૃહિધર્મ - ગૃહસ્થધર્મને શ્રેષ્ઠ માનવાવાળા. ૧૦. શ્રાવક – ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવાવાળા હતા. આ ભિક્ષુઓ દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ અને માંસનું ભક્ષણ નથી કરતા. માત્ર સરસવના તેલનો ઉપયોગ કરે છે. દાનધર્મ, શૌચધર્મ, દૈહિક શુદ્ધિ અને સ્વચ્છતામૂલક આચાર તીથભિષેકનો વિશેષરૂપથી ઉપદેશ આપતા હતા. આ પરિવ્રાજકો નદી, તળાવ, વાવ, આદિ જળાશયોમાં પ્રવેશ કરતા ન હતા. કોઈ વાહનનો ઉપયોગ કરતા ન હતા. નૃત્ય કરતા ન હતા. ભન્તકથા, દેરાકથા, રાજકથા અને ચોરકથા કરતા ન હતા અને અનર્થાદંડ કરતા ન હતા. માટી, લાકડું કે તુબંડાના પાત્રનો ઉપયોગ કરતા હતા. ૧. રિતીનન્સ મૉ તી હિન્દુન, નિન્દ, ૨, પૃ. ર૩ર. ૨. જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર - ૫, પૃ. ૧૩. ઉર)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy