________________
તપશ્ચર્યા
શારીરિક તપ, રાજસી તપ અને તામસિક તપ
ગીતાજીના ૧૭માં અધ્યાયમાં તપના ત્રણ રૂપ બતાવ્યા છે.
પ્રકરણ ૨
भा मनोरथ सुफल तव सुनि गिरिराजकुमारि ।
હે પાર્વતી ! તમારા બધા જ મનોરથ સફળ થઈ ગયા છે. તમારુ તપ પણ સફળ થઈ ગયું છે.
ગીતાજીમાં પણ ત્રણ પ્રકારના તપ બતાવ્યા છે.
—
-
શારીરિક તપ, વાચિક તપ અને માનસિક તપ.
(૧) દેવતા, બ્રાહ્મણ, ગુરુ તથા જ્ઞાનીજનોનું બહુમાન કરવું, સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસા આ શારીરિક તપ કહેવાય છે.
(૨) ઉદ્વેગ કરવાવાળો ન હોય, સત્ય, પ્રિય અને હિતકર વચન બોલે છે તથા જે સ્વાધ્યાય અને જય આદિનો અભ્યાસ કરે છે તે તપ વાચિક તપ છે.
(૩) મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન અથવા વાસંયમ, આત્મનિગ્રહ અથવા મનનો સંયમ અને ભાવશુદ્ધિ એટલે કે ભાવોની પવિત્રતા આ મન સંબંધીના માનસિક તપ છે.
ઉપર્યુક્ત ત્રણે તપ સાત્ત્વિક છે. ફળની ઇચ્છા ન રાખવાવાળા અથવા જ્ઞાની પુરુષો દ્વારા કરવામાં આવેલો તપ તે સાત્વિક તપ છે.
જે સકામ, સન્માન પ્રાપ્ત કરવા કે પાખંડ દ્વારા કરવામાં આવેલા તપને તપ અસ્થાયી અને અનિશ્ચિત ફળવાળું તપ તે આ લોકમાં રાજસી તપ કહેવાય છે.
મૂઢતાપૂર્વક, દુરાગ્રાહથી, શરીરને પીડા આપીને અથવા બીજાના વિનાશ માટે ક૨વામાં આવેલું તપ તે તામસિક તપ છે.
૩૦૮
આ પ્રકારના તપ માટે જૈનદર્શન તેમજ અન્યદર્શનમાં પણ મનાઈ કરવામાં આવેલ છે અથવા એ તપને લાઘણ તપ કહેવામાં આવે છે. જે માત્ર પરંપરાથી તપ કરવામાં આવે, દેખાદેખીથી તપ કરવામાં આવે અને એ તપમાં ઉપવાસના દિવસો ને બદલે ભોજનવાળા પદાર્થના દિવસો બની રહે એટલે ઉપવાસવાળા દિવસે રોજ કરતા વધારે ખાવામાં આવે તો તે ઉપવાસની મશ્કરી છે. જેમકે એકાદશીનું તપ. આ તપમાં અનાજ ખાવાની મનાઈ છે. તો એ દિવસે કેટલાય ભાતભાતના ભોજનમાં પદાર્થો ખાવામાં આવે છે. રોજ કરતા વધારે ખોરાક ખવાઈ જાય અને ખરચમાં પણ વધારો થાય છે માટે જ એક કવિએ પણ એકાદશીને દ્વાદશીની દાદી કહીને વ્યંગમાં લખ્યું છે કે –