SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા આત્મિક પ્રયોજનની સિદ્ધિ તપ દ્વારા જ પ્રાપ્ત થાય છે. તપ દ્વારા શરીરની પ્રશસ્ત શક્તિઓને જાગૃત કરવામાં આવે છે. યોગરૂપી તપથી શરીરમાં રહેલા ચક્રોનું ભેદન કરતા અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓને પ્રાપ્ત કરવામાં આવે છે. ભારતીય ઋષિઓને સ્વર્ગ તથા દેવત્વની પ્રાપ્તિ તપ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. સંતો, મહંતોએ જે મહાન સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી તેનું કારણ કઠોર તપ હતું. यः पूर्व तपसे जातमदभ्य पूर्वमजायत् । गृहा प्रविस्य निष्ठन्तं यो भूतेभिर्व्यपश्यत ।। । 1 । જેમ દૂધને ગરમ કરવામાં આવે તો મલાઈ અને ઘીની પ્રાપ્તિ થાય છે. ધાતુઓ તપીને બહુમુલ્ય રસાયણ અને ભસ્મ બની જાય છે. અને સોનું તપીને પ્રકાશમય બની જાય છે. એ પ્રકારે દિવ્ય શક્તિઓ અને દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ તપથી જ પ્રાપ્ત થાય છે તુલસદાસજી પણ કહે છે કે.... तप बल रचई प्रपंच विधाता । तप बल विष्णु सकल जगत्राता ॥ तप बल शंभु करहिं संहारा । तप बल शेष धसइ महि माया । तप आधार सब सृष्टि भवानी । હું ખાય તનુ અસ નિમ નાની ।। 2 | આનાથી સ્પષ્ટ થાય છે કે બધા સાધનોનું મૂળ તપ છે. જેમ સૂર્ય તપ છે તેની સાથે શીતહરણ, તપહરણ અને વિશ્વભરણ કરે છે. કષ્ટોને સહન કરવા અને ભગવાનની આજ્ઞાને અનુકૂળ બનવું તે તપનું મૂળ મહત્ત્વ છે. તપથી અનન્તફળની પ્રાપ્તિ થાય છે. (૧) ઇચ્છિત ફળની પ્રાપ્તિ (૨) પાપનો ક્ષય થવો. (૩) દૈહિક, દૈવિક અને ભૌતિક તાપોથી મૂક્તિ મળવી. (૪) મનુષ્યની મૃત્યુલોકથી સ્વર્ગલોક અને સ્વર્ગલોકથી મોક્ષલોકની યાત્રા (૫) યશની પ્રાપ્તિ થવી પ્રકરણ ૨ 1. તદ્ભુતત ૨/૬/૬ 2. रामचरितमानस बालकान्ड ૩૦૩
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy