SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ ઇન્દ્રિય-રમણતા ત્યાગ : ઇન્દ્રિય રમણતા શી રીતે દૂર કરવી ? અનાદિકાળના ઇન્દ્રિયો સાથેના આપણા ગાઢ સંબંધોએ ઇન્દ્રિયોમાં આપણને એવા ૨માડી દીધા છે કે જેનો ત્યાગ કરવો આપણા પુરુષાર્થથી શક્ય નથી. આના માટે જૈન શાસ્ત્રકારોએ એક અદ્ભુત કીમિયો બતાવ્યો છે. એક વિજ્ઞાન અહીં ફલિત કર્યું છે અને તે એ છે કે જે ચીજ તમારે જોઈતી હોય તે ચીજ જેની પાસે હોય ત્યાં જાવ અને તેની સેવા કરો, તેની વૈયાવચ્ચ કરો. જો તમારે ઇન્દ્રિય રમણતાનો ત્યાગ કરવો હોય તો તમે ઇન્દ્રિય ૨મણતાના ત્યાગીઓ પાસે જાવ અને તેમની વૈયાવચ્ચ કરો. ગ્રહસ્થોના અતિચારમાં કહ્યું છે કે, “ગ્લાન, વૃદ્ધ, બાળ, તપસ્વીની વૈયાવચ્ચ ન કરી.” સવાલ એ થાય છે કે આ ચારની વૈયાવચ્ચ કરવાનું અતિચારમાં બતાવીને આચાર તરીકે આડકતરું સૂચન શા માટે કરવામાં આવ્યું છે ? આ ચારને જ કેમ લીધા ? તેનો ઉત્તર એ છે કે આ ચારેયમાં ઇન્દ્રિય રમણતાનો ત્યાગ છે. બાળકમાં ઇન્દ્રિય રમણતા ન હોય, ગ્લાનમાં પણ ન હોય, વૃદ્ઘમાં પણ ન હોય અને તપસ્વીમાં પણ ન હોય, ઇન્દ્રિય રમણતાને ચારેએ ત્યાગી છે. જો તમે તેમની વૈયાવચ્ચ કરશો તો ઇન્દ્રિય રમણતાનો ત્યાગ તમારામાં આવી જશે. ૨૮૫ ગરીબ જેમ શ્રીમંતની પાછળ ફરે છે. અભણ જેમ શિક્ષિતની સેવા કરે છે, સંસારી જેમ સાધુનો સંગ કરે છે તેમ આપણે બાળ, ગ્લાન, વૃદ્ધ અને તપસ્વીની સેવા કરવી જોઈએ. જો ઇન્દ્રિય રમણતાનો ત્યાગ કરવો હોય તો ઇન્દ્રિય રમણતાના ત્યાગીઓની વૈયાવચ્ચ કરવી જોઈએ. અપૂર્વ વૈયાવચ્ચ કરનારા નંદિષેણ મુનિ આવે છે. તેમણે દીક્ષા લઈને બીજી વિશેષતા ન હોવાથી બીજા મુનિઓની વૈયાવચ્ચ કરવામાં પોતાનું જીવન વીતાવી દીધું. એ વૈયાવચ્ચ એટલી બધી અપૂર્વ હતી કે દેવસભામાં ઇન્દ્રે તેની પ્રશંસા કરી. એ પ્રશંસાની કસોટી કરવા માટે દેવોએ વૈયાવચ્ચી નંદિષેણ મુનિની પરીક્ષા પણ કરી અને તેમાં તેઓ આરપાર ઊતરી ગયા. વૈયાવચ્ચી નંદિષણ વૈયાવચ્ચના અપૂર્વ ગુણની આરાધના પામ્યાં. જે નિયાણું દુર્ગતિઓમાં લઈ જઈને ફરી પાછા કાળા કર્મો બંધાવી લાંબા કાળ સુધી દુર્ગતિઓમાં ભટકવાનું કામ કરે છે. આ વૈયાવચ્ચી નંદિષેણ મુનિએ પોતાના જીવનના છેલ્લા સમયોમાં ન કરવાની ભૂલ કરી નાખી. તેમ છતાં તે નિયાણું કરવાના ફળરૂપે શ્રીકૃષ્ણ વાસુદેવના પિતા થવાનું બન્યું, પરંતુ ત્યાંથી મરીને સદ્ગતિમાં ગયા, દુર્ગતિમાં નહીં. તેનું કારણ તે જ છે કે કરેલું નિયાણું નિકાચિત બન્યું ન હતું. સવાલ એ થાય છે કે તે નિયાણું નિકાચિત શાથી બન્યું નહતું ? તેનો ઉત્તર એ જ લાગે છે કે જીવનભર મુનિઓની વૈયાવચ્ચ કરવાના પ્રતાપે નિયાણું કરવાના સમયે તે ઇન્દ્રિયો એવી ૨મણ ન બની ગઈ કે જેથી તે નિયાણું નિકાચિત બનીને આ આત્માનું ભાવિ અતિ ભયાનક બનાવી દે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy