________________
તપશ્ચર્યા
ગાંધીજીએ ઉપવાસને સત્યાગ્રહનો પવિત્રતમ સાધન માન્યો છે. એમણે ઉપવાસ સંબંધી દસ સૂત્ર કહ્યા છે.
વ્યક્તિગત સાધના
વિરોધ – વિજય
-
નિજી સ્વાર્થથી દૂર
અન્યાય સામે સત્યાગ્રહ
નિજી અન્યાય નિરોધ માટે નહિ
ધર્મ સંસ્થાપન તથા અભયની ભાવના માટે
સત્ય હાનિથી બચવા
કોઈ પર દબાણ નહિ
પ્રકરણ ૨
લોકેતર દૃષ્ટિએ તપનો લાભ :
તપના પ્રભાવથી મિથ્યાત્વ રૂપ અંધકારનો નાશ થાય છે અને સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ પથરાય છે. અનેક પ્રકારના ગુણો સહેલાઈથી પ્રગટે છે. ત્રણે કાળના સઘળાયે પાપો નાશ કરવાની બાહેંધરી આ તપ આપે છે. નિકાચિત કર્મોનો નાશ કરવામાં આ તપનું કામ અદ્ભૂત છે. મોક્ષના શાશ્વત સુખ આપવાનો કોલ આ તપ આપે છે. તપની સાધનાથી ચિત્તમાં શાન્તિ, સ્વસ્થતા, પ્રસન્નતા પ્રગટે છે. વિષય-વિકારો શમી જાય છે. કષાયોના ઉકાળા શાંત થઈ જાય છે. તપસ્વીના ચિત્તમાં પવિત્ર વિચારોનો પ્રવાહ વહેતો જ રહે છે.
તપસ્વીની શાંત-સૌમ્ય મુખમુદ્રા દર્શનમાત્રથી પ્રાણીમાત્ર પરમ પ્રસન્નતાને અનુભવે છે. તપના આ સેવનથી અરિહંતાદિના અનંત ઉપકારો હૃદયવ્યાપી બને છે. અહર્તભક્તિ બહુમાન અને શ્રધ્ધામાં પ્રતિદિન ભરતી જ થતી જાય છે. એ અહદ્ભક્તિના પ્રભાવે કર્મક્ષયોપક્ષમ થવા પામે છે. દૃષ્ટિ ચોખ્ખી અને પરિમાર્જિત બને છે. પાપનો પશ્ચાતાપ અને ધર્મધ્યાનમાં સ્થિરતા જામતી જાય છે. જ્ઞાનત્રયીની પ્રાપ્તિ સુલભ બને છે. પરિણામે આત્માના પ્રદેશે પ્રદેશે પગદંડો જમાવી બેઠેલા કામ, ક્રોધ, મદ, મત્સર વિગેરે લાગેલા કર્મ રોગો પણ હાલી ઊઠે છે અને જડમૂળથી સાફ પણ થઈ જાય છે.
૨૮૧