SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ભાષા શાસ્ત્રીય વિવેચનમાં શ્રાવક શબ્દના બે અર્થ મળે છે. પહેલા અર્થમાં એની વ્યુત્પત્તિ થ્રૂ ધાતુથી કરવામાં જેનો અર્થ છે. ‘સાંભળવું’ અર્થાત્ શાસ્ત્ર અથવા ઉપદેશને સાંભળવાવાળા વર્ગને શ્રાવક કહેવામાં આવે છે. બીજા અર્થમાં એની વ્યુત્પત્તિ ત્રા-પા ના ધાતુથી બતાવી છે. જેનાથી આનું સંસ્કૃત રૂપ ‘શ્રાપ’ બને છે. શાબ્દિક દ્રષ્ટિથી આનો અર્થ થાય છે કે જે ભોજન બનાવે છે. ગૃહસ્થ ભોજનની ચયન તથા પાચન આદિની ક્રિયાઓ કરતા થકા ધર્મ-સાધના કરે છે તેથી ને શ્રાવક' કહેવાય છે. - જૈન પરમ્પરામાં શ્રાવક શબ્દનો ત્રણ અસરોનું વિવેચન આ પ્રકારે પણ કરવામાં આવે છે. શ્ર-શ્રદ્ધા, વ-વિવેક, ક-ક્રિયા એટલે કે શ્રદ્ધાપૂર્વક વિવેકયુક્ત ધર્મનું આચરણ કરે છે તેને શ્રાવક કહેવામાં આવે છે. જૈનધર્મમાં ગૃહસ્થ - સાધનાનું સ્થાન દ્રષ્ટિ (૧) ર ગૃહસ્થધર્મ શ્રમણધર્મથી નીચો છે છતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્પષ્ટ નિર્દોષ છે કે કોઈ ગૃહસ્થ પણ શ્રમણની અપેક્ષાએ સંયમ (સાધનામય જીવન)નાં પરિપાલનમાં શ્રેષ્ઠ હોય છે. | 1 | નૈતિક-આદર્શ સાધનામય જીવન જ ગૃહસ્થધર્મને શોભાવે છે જેનાથી ઘાતીકર્મોને ખપાવી નિવાર્ણને પણ પ્રાપ્ત કરે છે. શ્વેતાંબર કથા સાહિત્યમાં ભગવાન ઋષભદેવની માતા મરુદેવા ગૃહસ્થ જીવનથી સીધા મોક્ષમાં ગયા છે તથા ભરતચક્રવર્તી જેવાએ અરિસાભવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે. આનાથી સાબિત થાય છે કે ગૃહસ્થ જીવનથી સાધનાની અન્તિમ આદર્શની ઉપલબ્ધિ સંભવ છે. । 2 । તે સિવાય ઉપાશકદશાંગ સૂત્રમાં પણ ભાગવાન મહાવીરના દશપ્રમુખ શ્રાવકોને સ્વર્ગગામી બતાવ્યા છે. સૂયગડાંગસૂત્રમાં પણ કહ્યું છે કે બધા પાપચરણોથી આંશિક-નિવૃત્તિ અને આંશિક અનિવૃત્તિ થવી જ વિરતિ-અવિરતિ છે પરંતુ આ આરંભ (અલ્પ આરંભ)નું સ્થાન પણ આર્ય છે. ઉપાશક દશાંગસૂત્રમાં પણ વ્રતોનું વિવેચન તથા પડિમાઓનું વિવેચન અલગ અલગ રીતે બતાવવામાં આવ્યું છે. ગ્રહસ્થ - સાધકના પ્રકાર ગ્રહસ્થ સાધકના બે પ્રકાર છે. (૧) અવિરતિ (અવ્રત) સમ્યક્ દ્રષ્ટિ તથા (૨) દેશિવરતિ સમ્યક્ 1. ઉત્તરાધ્યયન સૂત્ર - ૫ - ૨૦ 2. સાગર-ધર્મામૃત ગ્રન્થ ૨૭૦ અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ – સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્રના માર્ગમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી પોતાનામાં આત્માનું શાસન અથવા ચારિત્ર ગ્રહણ કરવાના માર્ગમાં જે આગળ વધી શકતા નથી તેને અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ કહેવામાં આવે છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy