SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ છે. અનુત્તરવવાઈ આદિ આગમોમાં આવા અનેક મુનિઓનું વર્ણન છે કે જેઓએ ઉત્કૃષ્ટ તપ કરીને પોતાના દેહને કેવળ હાડપિંજર જેવો બનાવી દીધો હતો. 1તપાચારના કારણે જૈનત્વ એ તપનો પર્યાય બની ગયો છે. મહાવીરસ્વામી અને એમનો નિગ્રંથ સંઘ તપોમય જીવન ઉપર વિશેષ ભાર આપતો હતો. અંગ-મગધનાં રાજગૃહી વગેરે અને કાશી-કૌશલના શ્રાવસ્તી વગેરે શહેરોમાં તપસ્યા કરનારા નિગ્રંથો મોટી સંખ્યામાં વિચરતા હતા અને રહેતા હતા. ચારમહાવ્રત - પાંચમહાવ્રત જૈન પરમ્પરામાં ભગવાન ઋષભદેવથી મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકરોનો સંયમમૂલક સાધનાનો ક્રમ આમ તો એકસરખો હતો પરંતુ શબ્દ દૃષ્ટિથી ચારમહાવ્રત અને પાંચમહાવ્રતરૂપ ધર્મના કથન કરેલ છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ તથા અન્તિમ તીર્થંકર મહાવીર સ્વામીના શાસનકાળમાં પંચમહાવ્રત-મૂલકધર્મ પ્રચલિત હતો. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. જ્યારે વચ્ચેના બીજા તીર્થકર અજીતનાથ ભગવાનથી ત્રેવીસમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં ચાર મહાવ્રત પ્રચલિત હતા. બ્રહ્મચર્ય અને પરિગ્રહ બન્ને એક જ હતા. અલગ મહાવ્રતનું સમાધાન કરતા કહે છે કે પ્રથમ તીર્થંકરના સમયનો સમાજ ઋજુ-જડ હતો. ચોવીસમાં તીર્થકરનો સમય વક્ર-જડ હતો અને વચ્ચેના બાવીશ તીર્થકરના સમયનો સમાજ ઋજુ-પ્રાજ્ઞ હતો. આત્મવિશુદ્ધિ અને સમતાની સાધના – શ્રમણ પરમ્પરાનું મુખ્ય લક્ષ્ય આત્મવિશુદ્ધિ છે. આત્મવિશુદ્ધિનું તાત્પર્ય એ છે કે મનમાં ઉઠવાવાળી ઇચ્છાઓ, આકાંક્ષાઓ, કષાયો અને વાસનાઓના સંસ્કારોને સમાપ્ત કરવા. ટૂંકમાં કહીએ તો રાગ અને દ્વેષ જન્ય તનાવોથી આત્માને મુક્ત રાખવો એ જ એની વિશુદ્ધિ છે. રાગ અને દ્વેષના નિમિત્તથી આપણી ચેતનાના સમત્વભાવનો ભંગ થાય છે અને ચિત્તમાં તનાવ ઉત્પન્ન થાય છે. આમ શ્રમણ સાધનાનું મુખ્ય લક્ષ વિકલ્પોથી મુક્ત થઈ નિર્વિકલ્પતાને પ્રાપ્ત કરવાની છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રમણ સંસ્કૃતિ માટે જૈન, બૌદ્ધ અને હિન્દુનું મુખ્ય લક્ષ કોઈને કોઈ રૂપે એક છે. જૈન સાધનાનું લક્ષ છે વ્યક્તિ રાગ અને દ્વેષથી મુક્ત થાય કારણ કે રાગ અને દ્વેષને કર્મબંધનું કારણ અથવા આત્માની અવિશુદ્ધિનું કારણ માનવામાં આવ્યું છે. બૌદ્ધ દર્શનમાં કહ્યું છે કે ચિત્તની વિશુદ્ધિ અથવા નિર્વિકલ્પતા માટે તૃષ્ણાથી મુક્ત થવું આવશ્યક છે. તેવી જ રીતે હિન્દુ પરંપરામાં પણ આત્માની વિશુદ્ધિ માટે આસક્તિનો ત્યાગ કરવો આવશ્યક માનવામાં આવ્યું છે. મુનિનું લક્ષ આત્મ સાધના છે છતાં પણ આગમોમાં સામાજીક દાયિત્વનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ દર્શાવી શકાય. 1. એજન ૨-૧
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy