________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૨.૬ ત૫ જીવનશૈલી તરીકે જૈન સાધુઓના આચાર વિચાર - ગૃહસ્થોનું વર્ણન તપના સંદર્ભે તપ એ શ્રમણજીવનનો પ્રાણ છે ?
એક બેનને કારની ટક્કર લાગી, પોલીસે આવીને પૂછપરછ કરી. તમે કારનો નંબર જોયો? પેલી બેન ના-પણ અંદર ચલાવનાર બહેન હતા, તેણે ગુલાબી સાડીને ગુલાબી ચાંદલો કર્યો હતો અને ગળામાં ડુપ્લક્ટ હીરાનો નેકલેસ પહેર્યો હતો. એમાં એ ચિબાવલી સાવ ખરાબ લાગતી હતી. આ બેનને કારનો નંબર ન દેખાયો પણ આ બધું દેખાયું એને અકસ્માત કરતા પેલીની સાડી વગેરેમાં વધુ રસ હતો.
આપણને કોણ દેખાય છે. સાધુ કે શ્રાવક ? સાધુ એ ડ્રાઇવર સમાન જે શ્રાવક એ ગુલાબી સાડીવાળી બહેન સમાન. જો સાધુનું જીવન દેખાઇ ગયું હોત, ગમી ગયું હોત તો આજે આપણી આ દશા ન હોત. માટે જ તપ જીવનશૈલી તરીકે જૈન સાધુઓના આચાર-વિચાર ગૃહસ્થોનું તપના વર્ણન સંદર્ભે જાણી લઈએ અને આત્માને જ સ્વમાં વણી લઈએ.
શ્રમણ’ શબ્દનો ભાવાર્થ શ્રી નંદીસૂત્રની ટીકામાં બતાવતા શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ તપનું મહાભ્ય વર્ણવે છે કે -
શ્રામ્યતીતિ (તપશ્ચાતીતિ શ્રમr:) જે તપ કરે છે તે શ્રમણ છે.
प्रव्रज्यादिदिपसावारम्य सकारसावधयोगविरतो गुरुपदेशानादि यशाशपित आप्राणोपरमात तपश्चरतीति श्रमणः શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણના દિવસથી સર્વ પાપ વ્યાપારથી વિરામ પામેલા સદ્ગુરુઓના ઉપદેશથી યથાશક્તિ અનશનાદિ તપ યાવજીવ (જીવનપર્યત) સુધી કરે છે તે શ્રમણ કહેવાય છે. અન્ય સ્થળે પણ આ જ હકીકત એમાં પણ....
यः समः सर्वभूतेषु स्थावरेषु त्रसेषु च ।
तपश्चरति शुद्धात्मा श्रमणोऽसौ प्रकिर्तितः ॥ જે શુદ્ધાત્મા સર્વ ત્રસ (હાલતા-ચાલતા જીવો) કે સ્થાવર (એકેન્દ્રિયાદિ સ્થિર જીવો) જીવો ઉપર સમભાવ રાખી તપનું આચરણ કરે છે એ જ શ્રમણ કહેવાય છે.
આ રીતે વિચારતાં સમજાશે કે તપ એ જ શ્રમણ જીવનનો પ્રાણ છે. જેમ પ્રાણ વિના જીવન જીવી શકાતું નથી તેમ તપ વિના સંયમ જીવન પણ ટકી શકતું નથી.
શ્રમણ સંસ્કૃતિ તપ પ્રધાન છે. તપ શ્રમણ સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ છે. તપનો મહિમા અને ગરિમાનું જે ગૌરવગાન શ્રમણ સંસ્કૃતિએ ગાયું છે. તે અજોડ છે. અપૂર્વ છે.