SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ કરી અંતિમ સમયે સંઘારાની આરાધના કરી આત્મકલ્યાણ કર્યુ હતું. તામલી ગૃહપતિએ ‘‘પ્રાણામા’’ પ્રવજ્યા અંગીકાર કરી, તે જ સમયે તેણે આ પ્રકારનોઅભિગ્રહ ધારણ કર્યો - કે હું આવજજીવન છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા કરીશ તથા પૂર્વોક્ત ભિક્ષાવિધિ દ્વારા લાવેલા શુદ્ધ ભાતને ૨૧ વખત પાણીથી ધોઈ નાખી તેનો આહાર કરતા હતા એટલે કે સ્વાદ કોઈ જ રહ્યો ન હોય. આવા અભિગ્રહ ધારણ કરી આવજજીવન નિરંતર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યાપૂર્વક બન્ને હાથ ઉચા રાખીને સૂર્યની સન્મુખ આતાપના લેતા તે વિચરવા લાગ્યા. આવી તપશ્ચર્યાના કારણે શરીર સાવ કૃશ થઈ ગયુ. મનમાં જરા પણ ગ્લાની ભાવ ન લાવતા કર્મોની નિર્જરા કરી આત્મકલ્યાણ કર્યું. પ્રભુ મહાવીરના અંતેવાસી શિષ્ય હુરુદત્ત અણગાર હતા. દેહાધ્યાસને તોડવા માટે તે અક્રમના પારણે અઠ્ઠમ અને પારણામાં આયંબિલ કરતા હતા તથા સૂર્યની સન્મુખ આતાપના લેતા હતા. આ રીતે ઉગ્રતપ સાધના પૂર્વક છ માસ ચારિત્ર પર્યાયનું પાલન કરી છેલ્લે ૧૫ દિવસનો અનશન કરી સમાધિભાવે કાળધર્મ પામ્યા ને આત્માનું કલ્યાણ કર્યું. પૂરણતાપર પણ એવા જ તપસ્વી હતા. આવજજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાનો અભિગ્રહ કર્યો. આમ કરતા એકદા અઠ્ઠમ તપ કરી બન્ને પગને કોળા સંકુચિત કરીને બન્ને હાથને નીચેની તરફ લાંબા કરીને કેવળ એક પુદ્ગલ પર દષ્ટિ સ્થિર કરીને અનિમેષ દષ્ટિએ શરીરના અગ્રભાગને કંઈક ઝૂકાવીને યથાસ્થિત ગાત્રને શરીરના અંગોને સ્થિર કરીને, સર્વ ઈન્દ્રિયોને ગુપ્ત કરીને એક રાત્રિકી મહાપ્રતિમાંને અંગીકાર કરીને ધ્યાનસ્થ રહ્યા હતા. આવા પ્રકારના અભિગ્રહ ધારી સાધકો હતા. ૨૪૭. તપશ્ચર્યા કરતા માત્ર શરીરને નથી તપાવવાનું પરંતુ મનને પણ તપાવવાનું છે. ઘણા જીવો સ્વયં બોધ પામીને નિરંતર છ-છઠ્ઠનું તપ કરતાં હતા સૂર્યની સન્મુખ ઉંચા હાથ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતાં પ્રકૃતિની ભદ્રતા, પ્રકૃતિની વિનિતતા, પ્રકૃતિની ઉપશાંતતા, સ્વભાવેજ ક્રોધ-માન-માયા-લોભની અલ્પતા, પ્રકૃતિની કોમળતા, કામભોગોમાં આસક્ત નહિ થવાથી ભદ્રતા અને વિનિતતાથી ક્યારેક શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ લેશ્યા તદાવર્ષીય કર્મના ક્ષયોપક્ષમથી વિભંગા અવધિજ્ઞાનની પ્રાપ્તિ જે આગળ જતા સમ્યગ્ અવધિજ્ઞાન બની ગયું. આમા તપશ્ચર્યાનું શિક્ષણ થતા લાભની સુંદર વાત બતાવી છે. ગોશાલાક પણ ભગવાન મહાવીર પાસેથી જ તપશ્ચર્યા શીખી હતી. ગોશાલક નખ સહિતની એક મુઠ્ઠી અડદના બાકુળાથી અને એક અંજલિભર પાણથી પારણા કરતા, નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપ સહિત બંન્ને હાથ ઉચા રાખીને સૂર્યની સન્મુખ ઉભા રહીને આતાપના ભૂમિમાં આતાપના લેવા લાગ્યા. આ પ્રમાણે છ માસના અંતે ગોશાલકને સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. આવી રીતે ભગવતીસૂત્રમાં પણ તપશ્ચર્યાની મહત્તા બતાવવામાં આવી છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy