SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૨ (૩) એકાસણુ – એકટાણા ઉપરાંત દુવિહં પિ આહાર પન્વામિ અતળ દ્વાર્ફમં અન્નત્થાનમોમેન - सहस्सागारेणं अप्पाणं वोसिरामि । (૪) નવકારશી – પોરસી – નવકારશી (પોરસી) પવિહં પિ આહાર પન્નવામિ અસળ પાળ, खाईमं, साईमं, अन्नत्थाणाभोगेणं सहस्सागारेणं अप्पाणं वोसिरामि । તપ પૂર્ણ થયા બાદ એને પાળવાની વિધિ આ પ્રમાણે છે : કરેલા પચ્ચક્ખાણનું નામ લઈને પચ્ચક્ખાણ કર્યા હતાં, તે પૂરા થતાં પાછુ છું. સમાપ્નું ન फासियं न पालियं, न तिरियं न किट्टियं, न सोहियं न आराहियं आणाए अणुपालित्ता न भवई तस्स મિચ્છામિ દુધડમ્ । ગતિમ વ્યતિમ ગતિવાર અળાવાર જાણતાં કે અજાણતાં મન, વચન અને કાયા વડે કોઈ દોષ લાગ્યો હોય તો તરસ મિચ્છામિ દુક્કડમ્ । પચ્ચક્ખાણ વિધિપૂર્વક લીધા વિધિપૂર્વક પાળ્યા, વિધિપૂર્વક કરતાં અવિધિપૂર્વક થયા હોય તો અરિહંત-સિદ્ધ-કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્ । ત્યારબાદ ત્રણ નવકાર બોલવા. હિન્દુધર્મમાં પણ હાથમાં પાણી મૂકી પણ લેવામાં આવે છે. સંકલ્પ કરવામાં આવે છે. – ઇસ્લામ ધર્મમાં રોઝા કરતી વખતે તથા પૂર્ણ થયા બાદ પાડતી વખતે આ પ્રમાણે બોલે છે. પારણું વ્રતનું પારણું કર્યા પછી તપસ્વીએ રસના ઇન્દ્રિય પર સંયમ રાખવો પડે. ખાસ કરીને લાંબી અવિધવાળા તપના પારણા પછી ખાસ આહારમાં વિવેક જાળવવો ઘટે. ભૂખ તો ઊઘડવાની છે જ પણ ધીરે ધીરે ખોરાક વધારવા તે આરોગ્યને પોષક છે, પાચનશક્તિને ઉપકારક છે. વળી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ શક્ય તેટલી ચાલુ રાખવી. એકાસણાં ૨૨૮) આમ તો આજનો માનવી ભાણે બેસીને બે ટંક જમવા ઉપરાંત વારંવાર હાલતાં ચાલતાં ખાવાને ટેવાયેલો છે. વળી, તે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં દિનભર વ્યસ્ત રહે છે. પણ અનુભવે તે સમજતો થયો કે આહાર, આરોગ્ય અને આરાધનાને પરસ્પર ગાઢ સંબંધ છે. એટલે આરોગ્ય માટે સજાગ વ્યક્તિ સ્વયં શિસ્ત પાળીને આહાર-પાણી લેવાની બાબતમાં પોતાની જાતને વિવિધ રીતે સંયમિત કરે છે. વળી શાંતિની ખોજમાં, કર્મનિર્જરાની ઇચ્છાથી તે પોતાની વિગઈત્યાગ, વસ્તુપરિસંખ્યાન, બિયાશન વગેરેના નિયમો લે છે. તેનાથી આગળ વધીને વ્યક્તિ દિવસમાં એક જ વાર ભોજન લેવાનું નક્કી કરીને તે દિવસે અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ - સામાયિક, પ્રતિક્રમણ, સાત્ત્વિક વાંચન, વંદના, કાઉસગ્ગ, મંત્રજાપ, માળા ફેરવવી, ગુરુજનોનાં વ્યાખ્યાન સાંભળવા-માં પસાર કરવા ઇચ્છે
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy