SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - છે. તપ કરનારને પ્રારંભમાં કષ્ટ મુશ્કેલીઓ નડશે. પણ “કરેંગે યા મરેંગે” જેવા મક્કમ મને પ્રણિધાન પૂર્વક વિવેક પરસ્પર તપને જીવનમાં ખીલવવામાં આવે તો આગળ જતાં તપ સરળ અને સહજ બની જાય છે. આહારસંજ્ઞા સામે ઝઝૂમવાનું શસ્ત્ર તપ છે. એના સતત સેવનથી ખાવાની લત અને વિવિધ રસોની ઉજાણી બંધ કરવાની છે. ઇચ્છાઓનું મારણ કરવાનું છે. એ લક્ષ્ય તપસ્વીએ ભૂલવા જેવું નથી. ઇચ્છાનિરોધરૂપ તપ સિદ્ધ કરવા માટે ઘણી સહનશીલતા કેળવવી પડે તેમ છે. ઇચ્છાઓનું જોર ચેતનને પજવે છે અને એના જોરે ભૂલો પડેલો શ્રાવકને અભક્ષ્યાદિનો વિવેક પણ રહતો નથી નિર્દોષતાને વિસરી જાય છે. પરિણામે ચિત્તશુદ્ધિ ગુમાવવાનું બને છે. તપધર્મના અભ્યાસથી રસના ઉપર એવું નિયંત્રણ આવી જાય કે ગમે તે અવસરે કલ્પ્ય કે રુક્ષદ્રવ્ય મળે તો પણ ચાલે “અમુક વિના ન ચાલે” આ વાત ભૂંસાઈ જાય તો આહારસંશા હ્રાસ જરૂર પામે છે જે મળે તેમાં સંતોષ રહે છે. તપના પ્રભાવે શું અનુભવ થાય ઃ (૧) વારંવાર ખાવાની ઇચ્છા ઓછી થાય. (૨) ખાન-પાન પ્રત્યે ઉદાસીનતા આવે. (૩) સારી વસ્તુ બીજાની ભક્તિમાં આપી દેવાનું મન થાય. (૪) અવસરે ભૂખ વેઠી શકે છે. (૫) વિચારો સુંદર બને. (૬) કષાયોની મંદતા અને ક્ષય થાય. (૭) આત્મ તેજ ખીલતું આવે. (૮) વિઘ્નોનો અંતરાય દૂર થઈ જાય. (૯) ન ધારેલી પ્રભાવના થાય. (૧૦) અણાહારી સ્વભાવનો આંશિક અનુભવ થાય. તપ કરતાં આપણા કષાયો શાંત થતા આવે છે. એ ખાસ માર્ક કરતા રહેવાનું છે. સ્વોત્કર્ષ ભૂલી જૈનશાસનનું ગૌરવ કેટલું વધે છે તે જાણી પ્રમોદશીલ બનવાનું છે. તપના અભ્યાસથી ઇન્દ્રિયોને અને મનને કબ્જામાં લેવાનું છે. મનને વશ કરીને ભાવવિશુદ્ધિના બળે વિષય-કષાયો સામે પૂર્ણ જય મેળવવાનો છે. ઘાતીકર્મના નાશ માટે તપ અમોઘ સાધન છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન-કેવળદર્શન ક્ષાયિકાભાવના ગુણો ન પ્રગટે ત્યાં સુધી તપથી પાછા ફરવાનું નથી. અર્થાત્ ઉત્તરોત્તર તપમાં આગળ વધવાનું છે. ૨૧૩. પારલૌકિક માર્ગનું અન્વેષણ : હું મરીને ક્યાં જઈશ ? મેં ધર્મ કેવો પાળ્યો ? વ્રત અને નિયમોનું પાલન કેવું કર્યું ? તપ આરાધના કેવી કરી ? જેના પ્રભાવે બીજા સ્થાનમાં હીન, મધ્ય કે ઉત્તમ કુળમાં, સ્વર્ગ કે મૃત્યુલોકમાં સુખ સમૃદ્ધિ મળે તો આનંદ અને ન મળે તો ખેદ થાય, પરંતુ પોતાના દુશ્ચરિત્રને પોતે જાણે જ છે કે મારામાં કેવા દોષો અને ગુણો છે. તે પણ હું સમજું છું. ખરેખર મારા દોષોથી હું ઘોર અંધકારવાળા અતિઉગ્ર પાતાળમાં જઈશ. જ્યાં મારે લાંબા સમય સુધી હજારો દુઃખો ભોગવવાં પડશે. આ રીતે
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy