SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ ૨ કામ આવે એવી નથી પણ બાહ્ય તપમાં ત્રણે રોગોને નાશ કરવાની આશ્ચર્યજનક તાકાત છે. આધિ એટલે માનસિક પીડા, તનાવ, વાત-વાતમાં ગભરાઈ જવું. આ આધિને મર્યાદામાં લેવા માટે “વૃત્તિસંક્ષેપ’ નામના તપ દ્વારા જરૂરિયાત વગરની વૃત્તિઓને ઓછી કરવામાં આવે અને ‘કાય-ક્લેશ’ નામના તપ દ્વારા કાયાની કોમળતાને મર્યાદામાં લેવાથી એ કારણોથી થવાવાળી આધિ માનસિક તાણ પોતાની મેળે ઓછી થતા ઘણા બધા દુઃખોથી મુક્ત થઈ જશો. એ સર્વાદિત છે કે માણસની વૃત્તિ જ્યારે બેકાબૂ બને છે, જ્યારે પ્રવૃત્તિઓ એટલી બધી વધી જાય છે કે એમાંથી મુક્ત થવાનું કોઈના હાથમાં રહેતું નથી એવી જ રીતે આ શરીરને પોષી પોષીને એટલું કોમળ બની ગયું છે કે માણસનું માનસિક જીવન રોગગ્રસ્ત બની ગયું છે. જે દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખની પરંપરાને ઊભી કરવાવાળું છે, એટલા માટે આ બંને તપ જ માનસિક જીવનને શાંતિ આપશે અને તેનાથી સમાધિ મળશે. એક પછી બીજું એમ એક પછીના એક તપ ઉત્તરોત્તર ચડિયાતા છે એમ ‘આચાર પ્રદીપ’ ગ્રંથરત્નમાં પૂ. રત્નશેખરસૂરિ મહારાજાએ કહ્યું છે કે, ‘અણશણ’ કરતાં‘ઉણોદરી’ ચડિયાતી છે. ‘ઉણોદરી’ કરતાં ‘વૃત્તિસંક્ષેપ’, ‘વૃત્તિસંક્ષેપ’ કરતાં ‘રસત્યાગ’, ‘રસત્યાગ’ કરતાં ‘કાયકલેશ’ અને ‘કાયકલેશ’ કરતાં ‘સંલીનતા’ વધુ ચિડિયાતું તપ છે. અને છએ ‘બાહ્યતપ’ કરતાં ‘આત્યંતર તપ’ વધુ ચડિયાતાં છે. આત્યંતર તપમાં પણ ‘પ્રાયશ્ચિત તપ’ કરતાં ‘વિયન તપ’ વધુ ચડિયાતો છે. ‘વિનય તપ' કરતાં ‘વૈયાવચ્ચ તપ’, ‘વૈયાવચ્ચ તપ’ કરતાં ‘સ્વાધ્યાય તપ’, ‘સ્વાધ્યાય તપ’ કરતાં ‘ધ્યાન તપ' અને ‘ધ્યાન તપ’ કરતાં ‘કાયોત્સર્ગ તપ’ ચડિયાતું છે. બાર પ્રકારના બાહ્ય અને આત્યંતર તપ છે. આ બારે પ્રકારનાં તપથી કર્મોની નિર્જરા થાય છે. તપમાં ત્યાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે તે જ રીતે અપરિગ્રહ અને અભયને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. બાહ્ય અને આત્યંતર તપના સમન્વયથી ઉત્તમ પ્રકારનું ફળ મળે છે. અનશનાદિક તપનું બાહ્ય દૃષ્ટિએ થતું આચરણ, બાહ્ય દૃષ્ટિએ તેનું થતું દર્શન અને કાર્યક્ષમ પ્રત્યે અનેકાંતપણું જણાવીને પૂર્વાચાર્યોએ તેમને બાહ્યતપ ગણાવ્યાં છે. પ્રાયશ્ચિત્તાદિ છ ભેદને – આંત૨રૂષ્ટિવાળાઓથી જ આદરવાળું, આવ્યંતરદૃષ્ટિવાળાને જ આવતો તેનો ખ્યાલ અને કર્મક્ષય કરવા પ્રત્યેનું તેનું એકાંતિકપણું જણાવીને છ ભેદોને આત્યંતર તપ તરીકે જણાવેલા છે. બાકી છ પ્રકારની અનશનાદિ બાહ્ય તપસ્યા સ્વયં ફળને દેવાવાળી હોવા સાથે આપ્યંતર તપના અસ્તવ્યસ્તપણામાં કે તેના આચરવામાં અનશનાદિ બાહ્ય તપ જ મુખ્ય ભાગ ભજવે છે. પ્રાયશ્ચિત નામના આપ્યંતર તપના દશ ભેદોમાં પાંચમાં સ્થાને ગણાતું તપ નામનું જે પ્રાયશ્ચિત તે અનશન, આયંબિલ, નીવી આદિ બાહ્ય તપસ્યાને અંગે જ છે. છેદાદિ પ્રાયશ્ચિતો પણ અનશનાદિથી ન દબાય તેવા આત્માને માટે જ છે. આલોયણા વગેરે ક૨વામાં પ્રમાદ થાય તો તેની શુદ્ધિ તપ દ્વારા જ કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે : છ ૨૦૩
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy