________________
પિતૃદેવો ભવઃ
જય અજરામર
તજ્ઞાન પ્રેમી
માતુશ્રી શારદાબેન રતીલાલ શીવલાલ અજમેરા (જાંજરકા – પાર્લા – સાયન)
senenener
૨૧
માતૃદેવો ભવઃ
જેના રગેરગમાં ધર્મ ભાવના વ્યાપેલી છે, જેના હૈયે સંતોની અપાર ભક્તિ વસેલી છે.
સદાચાર અને સદ્ગુણની સૌરભથી મહેંકતુ આપનું જીવન, આપની ખાનદાની અને અમીરાત. પરોપકારની, ભલાઇની ભાવના, સદાય હસમુખા, પરિવાર પ્રત્યે અપાર પ્રેમ, લાગણી, ગુરૂભક્તિ અજોડ. વાત્સલ્યસભર હૃદય અમ સૌ માટે પ્રેરણાદાયી બન્યું છે ને બની રહેશે. ‘ઘસાઇને ઉજળા થઇએ, બીજાને ખપમાં આવીએ,' એ વાક્યને ચરિતાર્થ કરી આપે જીવી બતાવ્યું, જીવન જીવતા શીખવ્યું. ઊંડી ધર્મ શ્રધ્ધા ને લક્ષ્મીના સદુપયોગની કલા આપે અમને શીખવી. કર્તવ્ય કૌમુદીથી અમારું જીવન ઉજ્જવલ બનાવ્યું. માતુશ્રી આપ બન્નેએ જીવનમાં નાની – મોટી અનેક તપશ્ચર્યા કરી જીવનને પવિત્ર બનાવ્યું છે.
આજે અમે જે કાંઇ છીએ તે આપના દિવ્ય સંસ્કારોનો પ્રભાવ છે. વટવૃક્ષની જેમ એ સંસ્કારો ફાલે ફૂલે ને જીવન સફળ બને
એ જ આપનો પરિવાર